ઇન્ટરનેશનલ

પાપુઆ ન્યુ ગિનીમાં આદિવાસી હિંસાઃ ત્રેપન લોકોની હત્યા

મેલબોર્નઃ પાપુઆ ન્યુ ગિનીમાં ભડકેલી આદિવાસી હિંસામાં ત્રેપન લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને આ અહેવાલ આપ્યો હતો. રોયલ પાપુઆ ન્યુ ગિની કોન્સ્ટેબલરીના કાર્યકારી અધિક્ષક જ્યોર્જ કાકાસે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પને જણાવ્યું હતું કે બે આદિવાસી જાતિઓ વચ્ચેની લડાઇમાં તમામ લોકો ઓચિંતા થયેલા હુમલામાં મૃત્યુ પામ્યા હતા. તમામને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસને વધુ મૃતદેહો મળવાની અપેક્ષા છે કારણ કે કેટલાક ઘાયલો જંગલમાં ભાગી ગયા હતા. મૃતદેહો યુદ્ધના મેદાન, રસ્તાઓ અને નદી કિનારેથી એકત્ર કરવામાં આવ્યા હતા. પછી પોલીસ ટ્રકમાં ભરીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

કાકાસે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ હજુ પણ જેને ગોળી વાગી હતી, ઘાયલ થયા હતા અને ઝાડીઓમાં ભાગી ગયા હતા, તેની ગણતરી કરી રહ્યા છે. આ આંકડો ૬૦ અથવા ૬૫ સુધી પહોંચવાની ધારણા છે. જોકે આ મામલે પોલીસ તરફથી હજુ સુધી કોઇ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી. નોંધનીય છે કે પાપુઆ ન્યુ ગિનીમાં સુરક્ષા એક મોટી સમસ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button