મનોરંજન

અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ ફિલ્મ માટે ડિરેક્ટરની હતી એક અલગ યોજના?

મુંબઈ: સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ – પાર્ટ વન’ (Pushpa The Rise Part 1)ની સફળતા બાદ ‘પુષ્પા-2’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા ‘પુષ્પા-ટુ : ધ રૂલ’ (Pushpa 2: The Rule)નું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું, જેને જોઈને લોકોની ઉત્સુકતા હજી વધી ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર સુકુમારે કહ્યું હતું કે તેમણે પુષ્પાની ફિલ્મને બદલે વેબ સીરિઝ બનાવવાનો વિચાર કર્યો હતો.

‘પુષ્પા’ ફિલ્મને બદલે ‘પુષ્પા’ વેબ સીરિઝ બનાવવાનો વિચાર કર્યો હતો અને સિરીઝમાં બીજા અનેક પાત્રો પણ જોવા મળવાના હતા, પણ આ વિષય પર પૂરી ફિલ્મ સિરીઝ બનાવી દર્શકોને એક અદભૂત અનુભવ કરાવીએ એવું નક્કી કર્યું હોવાનું ડિરેક્ટર સુકુમારે જણાવ્યું હતું.

અલ્લુ અર્જુનની ‘પુષ્પા-ટુ’ 15 ઑગસ્ટ 2024ના થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મની એક ઝલક ટીઝરના રૂપમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ટીઝરથી જ દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ વધી ગયો છે અને હવે તેઓ મેન ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.
ડિરેક્ટર સુકુમાર અને અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ને અનેક ભાગમાં રિલીઝ કરવામાં આવવાની છે. આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહેલા ચાહકોને અલ્લુ અર્જુને એક મોટી સરપ્રાઈઝ આપી હતી. અલ્લુ અર્જુને ‘પુષ્પા-ત્રણ’ને લઈને કહ્યું હતું કે તમે ત્રીજી ફિલ્મની આશા રાખી શકો છો. અમે આ ફિલ્મની એક ફ્રેન્ચાઈઝી બનાવવા માગે છે. આ ફિલ્મના આગળના ભાગ માટે અમારી પાસે અનેક રોમાંચક આઇડિયા પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button