તરોતાઝા

ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
માથું દુખવું એ સામાન્ય ફરિયાદ ગણાય છે. આધાશીશી તરીકે ઓળખાતી અને માથાના અડધા ભાગમાં પીડા આપતી તકલીફ કયા નામથી જાણીતી છે?
અ) HIATUS બ) SLEEP APNOEA

ક) MIGRAINE ડ) SINUS

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
થોર ASPARAGUS
સેવંતી HIBISCUS
ચમેલી CHRYSANTHEMUM
શતાવરી CACTUS

જાસૂદ JASMINE

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં’ પંક્તિમાં વારિ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.

અ) પાણી બ) રવિ ક) વાદળ ડ) હવા

ગુજરાત મોરી મોરી રે
કોઈ બાળકને કૃમિની તકલીફ છે એમ જો કોઈ ડોક્ટર દ્વારા કહેવામાં આવે તો એ બાળકની તકલીફનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?

અ) કફ બ) માથું ક) કવાયત ડ) જીવાત

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૯, ૨૦, ૪૨, ૮૬, ૧૭૪, ——-

અ) ૨૫૨ બ) ૨૯૬ ક) ૩૫૦ ડ) ૩૭૪

માતૃભાષાની મહેક

અસ્થિભંગ એટલે હાડકાનું ભાંગવું. અસ્થિભંગના પ્રકાર છે: ઉપરની ચામડી અકબંધ હોય તો સાદો અસ્થિભંગ કહે છે. અસ્થિભંગનું સ્થાન બહારના વાતાવરણ સાથે સીધા સંપર્કમાં આવે તો તેને ખુલ્લો અસ્થિભંગ કહે છે. કોઈ કારણે હાડકું પહેલેથી નબળું પડી ગયું હોય તો નજીવી ઈજાથી થતો અસ્થિભંગ વ્યાધિજન્ય અસ્થિભંગ છે. નાનાં બાળકોનાં હાડકાં મૃદુ હોય છે. ઈજાને કારણે થતા અપૂર્ણ અસ્થિભંગને ‘હરિતશાખી અસ્થિભંગ’ કહે છે.

ઈર્શાદ
જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે,
પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે.

— ચિનુ મોદી

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
ચક્રીફૂલ STAR ANISE
દિવેલ CASTOR OIL
જાયફળ NUTMEG
સુવા દાણા DILL WEED

ખસખસ POPPY SEEDS

માઈન્ડ ગેમ

૧૦૧૧

ઓળખાણ પડી?

SEA ANEMONE

ગુજરાત મોરી મોરી રે

પેટ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મિશ્ર ધાતુ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…