આમચી મુંબઈ

ડાન્સના વીડિયો મુદ્દે બબાલ, પોલીસને આપવો પડ્યો જવાબ, જાણો વાઈરલ સ્ટોરી?

મુંબઈ: સ્કૂલ-કૉલેજના સંસ્કૃતિ કાર્યક્રમમાં છોકરીઓ ડાન્સ કરી રહ્યા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થાય છે. કેટલાક લોકોને આવા વીડિયો જોવાની મજા આવે છે, તો કેટલાક શાળા-કૉલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ પ્રકારના ડાન્સને ટ્રોલ કરી રહ્યા છે. તાજેતરમાં આર્યન નામના એક યુવકે છોકરીના ડાન્સનો વીડિયો શેર કરી તેના કેપ્શનમાં ‘કોઠા’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આર્યને જે વીડિયો શેર કર્યો હતો તેને હટાવવાની માગણી છોકરીએ કરી હતી. આર્યને વીડિયો ડિલીટ નહીં કરતાં શ્રુતિ પરિજા નામની છોકરીએ મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને હવે આ પોસ્ટ પર મુંબઈ પોલીસ દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે.

https://twitter.com/Prateek_Aaryan/status/1759473031565529569?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1759473031565529569%7Ctwgr%5Ea47da6b3937b8f5fb00586cf2b3ad2ed6db8a1b7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FPrateek_Aaryan%2Fstatus%2F1759473031565529569



પ્રતિકે લખ્યું હતું કે ભારતની સ્કૂલ અને કૉલેજોને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઓળખવામાં આવે છે, અને હવે તેમાં આઈટમ સોન્ગ પર ડાન્સ કરવામાં આવે છે. એટલે હવે ‘કોઠા’ બની ગયા છે. સાંસ્કૃતિક વ્યવસ્થા જોખમમાં છે. ભારતમાં આજની પેઢી અને કૉલેજ માટે કેટલું મોટું પતન છે? આ કેપ્શનની સાથે તેણે છોકરીનો ડાન્સ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. શ્રુતિના આ વીડિયોને 2.5 મિલિયન કરતાં પણ વધુ વ્યૂઝ મળ્યા હતા. આર્યનની આ પોસ્ટ પર શ્રુતિએ કમેન્ટ કરી મેં તને આ વીડિયો રી-પોસ્ટ કરવાની પરવાનગી નથી આપી, જેથી આ વીડિયો હટાવી દે એવી અપીલ કરી હતી.

સોશિયલ મીડિયા પર આ વિવાદ વધતાં અનેક લોકોએ શ્રુતિને સપોર્ટ આપ્યો હતો. શ્રુતિએ કહ્યું હતું કે તે એક કોરિયોગ્રાફર છે અને તે એક સ્કૂલમાં જજ તરીકે ગઈ હતી. લોકોના આગ્રહ પર તેણે ડાન્સ કર્યો હતો. જોકે પ્રતિકે તે માત્ર તેના વિચારો જણાવી રહ્યો હોય વીડિયો હટાવવાની મનાઈ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર 22000 કરતાં વધુ ફોલોવર્સ ધરાવતી શ્રુતિએ આ વીડિયોને તેની પરવાનગી વગર શેર કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરતાં મુંબઈ પોલીસના અધિકારીઓને ટેગ કર્યા હતા.
છોકરીએ કહ્યું હતું કે પોસ્ટ હટાવવાનું કહ્યા છતાં તેણે વીડિયો હટાવ્યો નથી અને તેણે એક સ્ટેજ શોની સરખામણી ‘કોઠા’ સાથે કરી છે અને મારી છબિને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. શ્રુતિની આ ફરિયાદ પર મુંબઈ પોલીસના X એકાઉન્ટ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. પોલીસે જવાબ આપ્યો હતો કે તમારી માહિતી અમને મેસેજ કરી દો અને આગળ આ બાબતની કાયદાકીય રીતે કાર્યવાહી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button