નેશનલ

Nagaur: રાજસ્થાનના આ લગ્ન વોટર પાર્ક થીમ વેડિંગમાં પલટાયા, કંઈક આવી રીતે…

નાગૌરઃ આજકાલ થીમ વેડિંગની બોલબાલા છે. સૌ પોતપોતાની રૂચિ પ્રમાણે થીમ રાખે છે અને તેની પાછળ લાખો ખર્ચે છે. જોકે રાજસ્થાનના નાગૌર શહેરમાં યોજાયેલા એક લગ્ન સમારંભમાં વોટર પાર્કની થીમ રાખી હોય તેવી સ્થિતિ વિના ખર્ચે ઊભી થઈ હતી. વાત જાણે એમ છે કે રાજસ્થાનના નાગૌર શહેરમાં લગ્ન સમારોહમાં ઢોલ શરમાઈ વાગી રહ્યા હતા અને મહેમાનો નાચી રહ્યા હતા. આ અચાનક દરમિયાન પાણીની પાઈપલાઈન ફાટવાને કારણે પાણીનો જોરદાર પ્રવાહ વહેવા લાગ્યો હતો. આ પાણી જોતજોતામાં તો સમારંભના સ્થળમાં પણ ભરાઈ ગયું અને મહેમાનો નાચવાનું છોડી નાસભાગ કરવા લાગ્યા હતા.

રવિવારે રાત્રે વિજય વલ્લભ સ્ક્વેર પાસે આવેલી હોટલ પાસે લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. . કેટલાક લોકો વરરાજાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન PHEDની પાણીની લાઇન ફાટી ગઇ હતી. પાણીનું દબાણ એટલું હતું કે પાણીનો પ્રવાહ 50 ફૂટ સુધી જતો રહ્યો હતો. લગભગ 20 મિનિટ સુધી આવું ચાલ્યું અને આખો વેડિંગ હોલ પાણીથી ભરાઈ ગયો. મહેમાનો ખાધા પીદા વિનાના ભાગ્યા હતા. પાણીથી બચવા માટે તેઓએ લગ્નમંડપ છોડવો પડ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે 10 વાગ્યે મહાવીર ઈન્ટરનેશનલ હોટલ પાસે લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. મહેમાનો અમુક નાચતા હતા તો અમુક ખાવાપીવામાં વ્યસ્ત હતા. ત્યારે નજીકમાંથી પસાર થતી પાણીની પાઈપલાઈન અચાનક ફાટી ગઈ હતી. પાણીનું દબાણ ખૂબ જ વધારે હતું. તેના બળને કારણે લગ્ન સમારોહની તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. મહેમાનો પર પાણી વરસવા લાગ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. લગભગ 20 મિનિટ સુધી ચાલેલા આ ફુવારાથી આખો વેડિંગ હોલ પાણીથી ભરાઈ ગયો હતો.

લગ્નમાં આવેલા લોકો અધિકારીઓ અને કર્મચારીઓને ફોન કરતા રહ્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું. થોડી કલાકો બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી, પરંતુ લગ્નની મજામાં ભંગ પડ્યો હતો અને વર-કન્યા પક્ષની મહેનત અને પૈસા રીતસરના પાણીમાં ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button