આપણું ગુજરાત

મા ખોડિયારના જન્મોત્સવે વરાણામાં શ્રદ્ધાનો સાગર ઊમટ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વરાણા આઈ શ્રી ખોડલ ધામે મહા સુદ આઠમના દિવસે માતાજીનો જન્મોત્સવ હોઈ સાતમના દિવસથી જ રસ્તાઓ મુખ્ય હાઇવે પર માતાજીના રથડા લઈ પગપાળા સંઘોની કતારો જામી હતી. માતાજીના જન્મોત્સવના દર્શનનો લાભ લેવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટી રહ્યાં હતાં. આઠમનો રવિવારનો સંગમ થતા કીડિયારુંની જેમ માનવ મહેરામણ ઊમટ્યું હતું.

માઈભક્ત અને ખોડિયાર માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ખોડલ માતાજીનો જન્મોત્સવ વરાણા ધામે ઉજવાય છે. અન્ય આવેલાં આઇ ખોડિયાર મંદિરોમાં ક્યાંય તલવટનો સાની પ્રસાદ ચડાવવામાં આવતો નથી.

માત્ર વરાણા ધામે જન્મોત્સવના ભાગ રૂપે આ પંદર દિવસનો ધાર્મિેેક મેળો ભરાવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. ૯૦૦ના સમયમાં જેસલમેર પાસેના ચારણનીથી નીકળીમાં ખોડલ ગુજરાત સૌરાષ્ટ્ર તરફ જવા નીકળ્યાં હતાં. જ્યાં રસ્તામાં વરાણાની આ ભૂમિ પર રોકાણ કર્યાની દંતકથા છે. મહા સુદ આઠમનો માતાજીના જન્મોત્સવની ઉજવણીના ભાગ રૂપે બીજથી પૂનમ સુધી લોકો પસાદ ચડાવવા ઊમટે છે અને લાખો લોકો માતાજીના દર્શનાર્થે ઊમટે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button