ગુજરાતી ભાષા ભવન દ્વારા વિશ્ર્વ માતૃભાષા દિવસની કરાશે ભવ્ય ઉજવણી
મુંબઈ: કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવન અંતર્ગત ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ના બુધવારે ‘’વિશ્ર્વ માતૃભાષા દિવસની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠનાં અનુસ્નાતક ગુજરાતી વિભાગની બહેનો દ્વારા ગુજરાત પર, ગુજરાતી ભાષા પર અને ગુજરાતી સાહિત્યમાં લખાયેલી ઉત્તમ ગદ્ય-પદ્ય સાહિત્યિક અને સર્જનાત્મક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંયોજન વિભાગનાં અધ્યક્ષ પ્રો. દર્શના ઓઝાએ કર્યું છે.
સમગ્ર કાર્યક્રમમાં ૧૮૭૦ થી આજ સુધી લખાયેલા રણછોડભાઈ ઉદયરામ, દલપતરામ, નર્મદ, ન્હાનાલાલ, ગાંધીજી, ઉમાશંકર જોશીથી શદિલાવરખાન કરી સિતાંશુ યશશ્ર્ચંદ્ર, વિનોદ જોશી, સંજુ વાળાથી આજ સુધીના સર્જકોની ઉત્તમ કૃતિઓની રસપ્રદ ઢબે પ્રસ્તુતિ કરવામાં આવશે. પ્રસ્તુતિ વિભાગની કલાકાર વિદ્યાર્થિની બહેનો ગોપી શાહ, શીતલ ઠાકર, અનિષા ગાંધી, અલ્પા દેસાઈ, ફાલ્ગુની વોરા, જીજ્ઞા જોશી, રૂપાલી શાહ, ઇન્દ્રાવતી ઝાલા, મોના દેસાઈ, જયના શર્મા, ઊર્વી ખીમસીયા, નિરાલી કાલાણી, શીતલ રાઠોડ, સોનલ ગોરડિયા, અનિતા ભાનુશાલી, ભારતી શાહ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન કવિત પંડ્યા કરશે. ગુજરાતી ભાષા અને તેના સાહિત્યમાં રસ ધરાવતા વર્ગ માટે આ કાર્યક્રમ સરસ મજાની યાદગાર સાંજ બની જશે.
સ્થળ : જયંતીલાલ એચ. પટેલ લો કોલેજ, બીજે માળે, ભોગીલાલ ફડિયા રોડ, કાંદિવલી રિક્રિએશન ક્લબની લાઈનમાં, કાંદિવલી – વેસ્ટ. સમય: સાંજે ૫.૩૦થી ૭ (સમયસર આવી
જવા વિનંતી).