થાણે હોમ ઉત્સવ: ત્રીજો દિવસ થાણેમાં ઘર ખરીદવા રવિવારે લોકો પરિવાર સાથે ઊમટી પડ્યા
થાણે: ક્રેડાઇ એમસીએચઆઇ-થાણે દ્વારા યોજવામાં આવેલા ‘થાણે હોમ ઉત્સવ’ના ત્રીજા દિવસે થાણેમાં પોતાના સ્વપ્નનું ઘર ખરીદવા ઇચ્છતા લોકોની જબ્બર ભીડ જોવા મળી હતી. રવિવાર હોવાના કારણે થાણેમાં પોતાની પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક લોકો સહકુટુંબ આ એક્સ્પોમાં ઊમટ્યા હતા તથા તેમની સુવિધાઓ અને જરૂરિયાતો તેમ જ બજેટમાં બંધ બેસે તેવી પ્રોપર્ટી એક્સ્પ્લોર કરી હોવાનું ક્રેડાઇ એમસીએચઆઇ-થાણેના અધ્યક્ષ જીતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું. થાણે શહેર છેલ્લાં અમુક વર્ષોમાં ખૂબ જ વિકસિત થયું છે અને તેની સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હરણફાળ ભરી છે, જેમાં લોકોને ઉત્તમ સગવડ અને સુવિધાઓ સાથેની પ્રોપર્ટી મળી રહે છે. થાણેમાં છેલ્લા અમુક સમયમાં પ્રોપર્ટીની ખરીદમાં પણ સકારાત્મક વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને નવી ટેક્નોલોજી, અત્યાધુનિક બાંંધકામ શૈલી થાણેના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળી રહી છે અને તેનું જ પ્રતિબિંબ હોમ ઉત્સવ એક્સ્પોમાં જોવા મળ્યું હતું. પોતાનું આશિયાનું શોધી રહેલા લોકોએ આ એક્સ્પોનો ભરપૂર લાભ લીધો હોવાનું જીતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.
આ એક્સ્પોમાં થાણેમાં વર્ક-ફ્રોમ-હોમ માટે યોગ્ય હોય તેમ જ વર્ક-લાઇફ બેલેન્સ થઇ શકે એવી સુવિધા પૂરી પાડનારી પ્રોપર્ટી લોકોને જોવા મળી હતી. ક્રેડાઇ એમસીએચઆઇ થાણેના સેક્રેટરી મનીષ ખંડેલવાલે જણાવ્યું હતું કે થાણે શહેર લોકોને સલામત, સુરક્ષિત અને સાંસ્કૃતિક રીતે ફૂલેલું ફાલેલું વાતાવરણ પૂરું પાડે છે. તેમ જ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના તમામ સેગ્મેન્ટમાં લોકો અનેક ઓપ્શન પૂરા પાડે છે. જેનાથી અહીંના રહેવાસીઓ દરેક પ્રકારે સંતુષ્ટ વાતાવરણ અનુભવે છે. આ ‘હોમ ઉત્સવ’માં લોકોને અત્યાધુનિક સગવડ, સાધન-સુવિધા અને ટેક્નોલોજીથી ભરપૂર પ્રોડક્ટ્સ જોવાનો મોકો મળ્યો હોવાનું મનીષ ખંડેલવાલે જણાવ્યું હતું.
ક્રેડાઇ એમસીએચઆઇ-થાણે હોમ ઉત્સવ: પ્રોપર્ટી ૨૦૨૪ દરમિયાન બેસ્ટ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજેતા સોસાયટીઓને એવોર્ડ આપીને તેમને સન્માનિત કરવામાં આવી હતી. જ્યાર પછી ‘રિડેવલપમેન્ટ ઑફ થાણે સિટી’ સેમિનાર નોલેજ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ક્રેડાઇ એમસીએચઆઇ-થાણેના અધ્યક્ષ જીતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.