સ્પોર્ટસ

જાણો…આ જાણીતા ફાસ્ટ બોલરને માથામાં કેવી રીતે બૉલ વાગ્યો, નવાઈ પામશો તમે!

ઢાકા: ઘણી હરીફ ટીમોના બૅટર્સ બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનના ફાસ્ટ બૉલમાં હરીફ બૅટર માથાની ઈજાથી બચી ગયા હશે, પણ રવિવારે સવારે ચટગાંવના મેદાન પર એવું બન્યું જે જાણીને તમને આશ્ર્ચર્ય થયા વિના નહીં રહે.
સ્થાનિક સ્પર્ધા બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમ્યાન એક પ્રૅક્ટિસ સેશનમાં મુસ્તફિઝુર કૉમિલા વિક્ટોરિયન્સના કૅમ્પમાં હતો. નજરે જોનારાઓએ કહ્યું હતું કે મુસ્તફિઝુર પોતાના બોલિંગ રન-અપ પર હજી તો પહોંચ્યો ત્યાં નજીકના પ્રૅક્ટિસ એરિયામાંથી કોઈકના શૉટમાં બૉલ સીધો મુસ્તફિઝુરના માથામાં વાગ્યો હતો. તેને ડાબા લમણામાં ઈજા થઈ હતી. સાથીઓ અને કોચિંગ સ્ટાફ તરત તેની પાસે દોડી આવ્યા હતા અને ઍમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને સ્કૅનિંગ માટે હૉસ્પિટલ લઈ જવાયો હતો. તેને માથામાં જે ઈજા થઈ એમાં થોડા ટાંકા લીધા હતા અને મીડિયા મૅનેજરે કહ્યું કે મુસ્તફિઝુરને હવે ઘણું સારું છે.

કોઈ પણ ખેલાડીને માથામાં થતી ઈજા કંકશન તરીકે ઓળખાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button