સ્પોર્ટસ

ભારતની સૌથી વધુ ટેસ્ટ-જીત હવે ઇંગ્લૅન્ડ સામે, જાણો કેટલી?

અવૉર્ડ વિજેતાઓમાં જાડેજા હવે કુંબલેની બરાબરીમાં, રોહિતનો પણ અનોખો રેકૉર્ડ: ભારતની હવે બીજી રૅન્ક

રાજકોટ: ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે વિશાખાપટ્ટનમમાં સિરીઝની બીજી મૅચ જીતીને એક દેશ સામે સૌથી વધુ ટેસ્ટ-વિજય મેળવવાની બાબતમાં ઑસ્ટ્રેલિયા સામેના પોતાના વિક્રમની બરાબરી કરી હતી, પણ રવિવારે રાજકોટમાં બ્રિટિશરો સામે વધુ એક જીત હાંસલ કરીને નવો રેકૉર્ડ કાયમ કર્યો હતો.

ફેબ્રુઆરી, 2023માં દિલ્હીમાં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું એ ભારતની કાંગારૂઓ સામેની 32મી જીત હતી. આ મહિને વિશાખાપટ્ટનમમાં ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું એ પણ ભારતની બ્રિટિશરો સામે 32મી જીત હતી. હવે રાજકોટમાં તેમની સામે 33મો વિજય મેળવ્યો છે. વર્તમાન સિરીઝમાં હજી બે મૅચ રમાવાની બાકી હોવાથી આ રેકૉર્ડ આગળ વધી શકે.

એટલું જ નહીં, સિરીઝ જીતી લેવાનો પણ ભારતને સારો મોકો છે, કારણકે અત્યારે બેન સ્ટૉક્સની કૅપ્ટન્સીમાં અને બ્રેન્ડન મૅક્લમના કોચિંગમાં ઇંગ્લૅન્ડની ટીમ ખૂબ ખરાબ હાલતમાં છે. આ બન્ને દિગ્ગજો હેઠળની ઇંગ્લિશ ટીમની આ સૌથી બૂરી હાર છે. એટલું જ નહીં, બીજા દાવના 122 રન તેમની કૅપ્ટન્સી-કોચિંગ હેઠળની ટીમનું સૌથી નાનું ટોટલ પણ છે.
રવીન્દ્ર જાડેજા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ રવિવારે ઘરઆંગણાની ટેસ્ટમાં નવમી વખત મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. એ સાથે, જાડેજાએ અનિલ કુંબલેની બરાબરી કરી હતી.

નવાઈની વાત એ છે કે જાડેજાએ ડિસેમ્બર, 2012માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું ત્યાર બાદ એક પણ ભારતીય ખેલાડી ઘરઆંગણે જાડેજા જેટલા પુરસ્કાર નથી જીત્યો. એકંદરે જાડેજાના નામે 10 મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ છે.

રોહિત શર્મા અત્યાર સુધીમાં 11 ટેસ્ટ-સેન્ચુરી ફટકારી શક્યો છે અને એ તમામ 11 સદીવાળી મૅચ ભારતે જીતી છે. બીજા કોઈ ખેલાડીની આવી 10 સેન્ચુરી પણ નથી. ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ સાત મૅચ-વિનિંગ સેન્ચુરી સાથે રોહિત પછી બીજા નંબરે છે.

રાજકોટ ટેસ્ટમાં ભારતીયોએ કુલ 28 સિક્સર ફટકારી હતી. કોઈ એક ટીમે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારી હોય એવી રેકૉર્ડ-બુકમાં ભારતનો આ વર્લ્ડ રેકૉર્ડ છે. એક સિરીઝમાં સૌથી વધુ 48 સિક્સર ફટકારવાનો વિશ્ર્વવિક્રમ પણ ભારતના નામે છે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારત (59.52 પર્સન્ટેજ) ત્રીજા પરથી બીજા નંબર પર આવી ગયું છે. ઑસ્ટ્રેલિયા (55.00 પર્સન્ટેજ)ને ભારતે ત્રીજા સ્થાને ધકેલી દીધું છે. ન્યૂ ઝીલૅન્ડ (75.00 પસેન્ટેજ) પહેલા નંબરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?