ભાજપના નેતાની બકરી ચોરી જનારા તો મળ્યા પણ…
રાયપુરઃ ભાજપના નેતાની બકરી ચોરાયાની એક ઘટનાએ છત્તીસગઢમાં ચકચાર જગાવી હતી. આ બકરી ચોરી જનાર ચોર પણ લક્ઝરી કારમાં આવ્યા હતા. નેતાએ પોતાની બકરી ચોરનારને પકડવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ચોર તો પકડાઈ ગયા, પરંતુ કમનસીબે તેમની પ્રિય બકરી પાછી ન આવી કારણ કે ચોરોએ તેને 27,000 રૂપિયામાં કસાઈને વેચી દીધી હતી.
છત્તીસગઢના સુરગુજામાં બીજેપી નેતાનો 120 કિલોનો વીઆઈપી બકરી શેરુચોરાઈ ગયો હતો. આને લીધે પરિવાર બેચેન થયો અને સ્થાનિક પોલીસને કહ્યું. પોલીસે તેની શોધ કરવાનું શરૂ કર્યું. બકરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. શેરુની ચોરી કરવા માટે રૂ. 18 લાખની કિંમતની લક્ઝરી કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. local policeને સફળતા ન મળતા આખરે એક અઠવાડિયા બાદ ગુપ્તા પક્ષના અન્ય સાથીદારોના પ્રતિનિધિમંડળ સાથે એડિશનલ એસપી પાસે પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી, તેમણે તેમના સમર્થકો સાથે બકરીને જલ્દીથી શોધવા માટે એક મેમોરેન્ડમ આપ્યું. રઘુનાથપુરામાં રહેતા ભાજપના નેતા સુરેશ ગુપ્તાની પાલતુ બકરી તેમની પ્રિય હતી. તેનો આહાર એટલો ભારે હતો કે તેનું વજન 120 કિલો સુધી પહોંચી ગયું હતું.
આ પહેલા બકરીના ઘણા ખરીદદારો પણ આવી ગયા હતા. ઘણા ગ્રાહકો તેને ખરીદવા માટે રોકાયેલા હતા, પરંતુ ભાજપના નેતાએ તે પરિવારના સભ્ય હોવાનું કહીને તેને વેચવાનો ઇનકાર કર્યો હતો. તે છેલ્લા છ વર્ષથી ભાજપના નેતાના ઘરે રહેતો હતી. આખો પરિવાર તેને લાડ કરતો હતો. બકરીને ક્યાક કસાઈને વેચી ન નાખી હોય તેવો ડર પરિવારને હતો. જોકે સ્પેશિયલ પોલીસ ટીમે હુસૈન અને રાજુ નામના બે શખ્સને પકડ્યા છે. બન્ને ગુનાખોરીનો ઈતિહાસ ધરાવે છે.
બન્ને ચોર મળતા ગુપ્તાના પરિવાને થોડી રાહત થઈ પણ તેના ઘરના સભ્ય જેવું આ મૂંગુ પ્રાણી પાછું નહીં આવે તે વાતથી સૌ દુઃખી છે.