સ્પેશિયલ ફિચર્સ

Stay healthy on special days: પિરિયડ્સમાં સૌને નડતી બે સમસ્યાનું આ છે Single solution

પિરિયડ્સ (Periods) મહિલાના જીવનનો સૌથી મહત્વનો અને અઘરો સમય હોય છે. દરેક કિશોરીથી માંડી પુખ્ત વયની મહિલાને કોઈને કોઈ સમસ્યા પિરિયડ્સ (periods problems) ના દિવસોમાં નડતી હોય છે. આ ખાસ દિવસોમાં પણ તેઓ પોતાનો અભ્યાસ, નોકરી ધંધા કે ઘરકામ કરતી હોય છે. બહુ ઓછી મહિલાઓ છે જે આ દિવસોમાં આરામ કરી શકતી હોય અથવા તો તેને આરામ કરવાનો મોકો અને સુવિધા મળતી હોય. આ દિવસોમાં મહિલાઓને સામાન્ય રીતે બે સમસ્યા સતાવતી હોય છે. જેમાં એક છે કોન્સ્ટિપેશન Constipation અને બીજું છે ગળ્યું ખાવાનું મન થવું. craving for sweet. કબજિયાત થવાથી મહિલાઓને દુઃખાવો થતો હોય છે અને બીજી બાજુ મીઠાઈ ખાવાથી ચાર દિવસમાં જ ડાયેટિંગ કે વજન નિયંત્રણ કરવાના તમામ પ્રયત્નો પર પાણી ફરી વળે છે. આ બન્ને સમસ્યા મોટા ભાગની મહિલાને સતાવે છે તેનુ કારણ એ છે આ સમયે તેમના હોર્મોન્સમાં ફેરફાર થાય છે. આથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ફરેફાર થવાથી મહિલાઓને હાઈ કાર્બ (high Carbs) ધરાવતા અને ગળ્યા પદાર્થો ખાવાનું મન થાય છે. ઘણી મહિલાઓ એક સાથે ચોકલેટ્સ ખાઈ જતી હોય તો કોઈ આ દિવસોમાં પચવામાં ભારે ખોરાક લઈ લે છે. પિરિયડ્સ સમયે સ્વાસ્થ્ય સારું રહે તે માટે જરૂરી છે કે મહિલાનું પેટ સાફ રહે અને આ માટે એક સીધો સાદો ઉપાય છે, જે બન્ને વાતનો ઉકેલ છે. એક તો આ વસ્તુ ખાવાથી પાચનશક્તિ વધે છે અને કબજિયાતમાં રાહત રહે છે અને બીજું કે મીઠાઈ ખાવાની ઈચ્છા પણ સંતોષી શકાય છે.

આ વસ્તુ છે ખજૂરના લાડુ (Date). તો આવો નિષ્ણાતોની સલાહ પ્રમાણે તમને જણાવીએ કે લાડુ કઈ રીતે બનાવશો અને તેનાથી તમને શું થશે ફાયદા.

આ માટે તમારે મુઠ્ઠીભર ખજૂર, અખરોટ, બદામ, પિસ્તા, કાજુ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને થોડી માત્રામાં ડાર્ક ચોકલેટ પાવડરની જરૂર પડશે. તમે આ બધી વસ્તુઓને મિક્સરમાં બારીક પીસીને લાડુ તૈયાર કરી શકો છો. આ લાડુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થશે અને તેને ખાવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં પણ રાહત મળશે.

ખજૂરમાં ડાયેટરી ફાઈબર (rich in fiber) ભરપૂર માત્રામાં હોય છે. તે જ સમયે, ફાઇબરવાળો ખોરાક પાચનક્રિયાને સારી બનાવે છે. આ સિવાય ખજૂરનું નિયમિત સેવન કરવાથી સ્ટૂલ (stool) નરમ બને છે, જેનાથી તેને પસાર થવામાં સરળતા રહે છે અને તમને કબજિયાત કે એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે.

બદામ, પિસ્તા, અખરોટ અને કાજુનું સેવન પણ પાચનતંત્ર માટે સારું માનવામાં આવે છે. આ ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને ખાવાથી તમને અપચો, ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે, કારણ કે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે.

આ બધા સિવાય કોળા અને સૂર્યમુખીના બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઇબર હોય છે. ઉચ્ચ ફાઇબર સામગ્રી સ્ટૂલને જોડે છે અને આંતરડાની ગતિને નિયંત્રિત કરે છે. આ સ્ટૂલને નરમ બનાવે છે અને કબજિયાતથી રાહત આપે છે. આ સિવાય આ બીજમાં પ્રાકૃતિક તેલ હોય છે જે આંતરડાને લુબ્રિકેટ કરે છે, જેનાથી મળ પસાર કરવામાં પણ સરળતા રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button