ઝારખંડના CM ચંપાઈ સોરેન અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વચ્ચે ‘સૌજન્ય મુલાકાત’, સીટ શેરિંગ મુદ્દે ‘ફીર મિલેંગે’
નવી દિલ્હી: ઝારખંડના સીએમ બન્યા બાદ ચંપાઈ સોરેન (CM Champai Soren) રવિવારે પહેલીવાર દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Congress National President Mallikarjun Kharge) મળ્યા હતા. બેઠક બાદ મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સાથેની મુલાકાતને સૌજન્ય મુલાકાત (Courtesy call) ગણાવી હતી.
જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને કહ્યું કે આ તેમની પાર્ટીનો મામલો છે, તમારે તેમની સાથે જ વાત કરવી જોઈએ. ત્યારે, લોકસભા ચૂંટણી 2024 માં JMM અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર, તેમણે કહ્યું કે આ વખતે કોઈ ચર્ચા થઈ નથી. બીજી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે.
સીએમ ચંપાઈ સોરેને કહ્યું હતું કે બિહારની તર્જ પર ઝારંદમાં પણ જાતિ આધારિત સર્વે કરવામાં આવશે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું- “જિસકી જીતની સંખ્યા ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી, ઝારખંડ છે તૈયાર” મુખ્યપ્રધાને રાજ્યના અધિકારીઓને જાતિ આધારિત સર્વેનો ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવ્યું છે. જેથી તેને કેબિનેટ સમક્ષ મંજૂરી માટે મૂકી શકાય.
તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં રાજ્યમાં જાતિ સર્વેક્ષણનું કામ શરૂ કરશે. જો બધુ યોજના મુજબ ચાલ્યું તો 2024ની લોકસભા ચૂંટણી પછી ઝારખંડમાં જાતિ સર્વેક્ષણ થશે. તમને જણાવી દઈએ કે હેમંત સોરેન મની લોન્ડરિંગ કેસમાં જેલમાં ગયા તેના થોડા મહિના પહેલા જ કેબિનેટે રાજ્યમાં લાંબા સમયથી પેન્ડિંગ બેકવર્ડ ક્લાસીસ કમિશનની રચનાને મંજૂરી આપી હતી.