ડેર ટુ ડ્રીમ: નાણાકીય-સામાજિક નુકસાન વખતે નિરાશ થવા કરતાં ફરી બમણાં જોશથી બેઠા થવાનો ચમત્કાર કરવો
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ
એ તો હકીકત છે કે જો કોઈ રાજકીય પરિવર્તન લાવવું હોય તો તે સત્તાના શિખરે બેસેલા રાજકારણીઓ જ કરી શકે છે કારણ કે તેઓ પાસે અમર્યાદિત પૈસા, પાવર અને સત્તા હોય છે. આનો સદુપયોગ દેશની દિશા બદલાવી શકે છે અને દેશવાસીઓની જિંદગીમાં ખુશી લાવી શકે છે, જ્યારે તેનો દુરુપયોગ લોકોની જિંદગીમાં અસંખ્ય પરેશાનીઓ ઊભી કરે છે. ખાસ કરીને એ બદનશીબ લોકોને કે જે વિદેશી કંપનીઓ માટે સેન્સિટિવ સેક્ટરમાં કામ કરતા હોય છે. આવી જ એક ઘટના હાલમાં એક ચાઈનીઝ મહિલા સાથે થયેલ છે.
૫૦ વર્ષીય એમીલી ચેન એક ચીની મહિલા છે, જેના લગ્ન અમેરિકન માર્ક લેન સાથે થયેલ છે. એમીલીના આ બીજા લગ્ન છે તેના પહેલા લગ્નથી તેને એક દીકરો છે.
એમીલીના પતિ માર્ક લેનનું માનવું હતું કે ચીનમાં તેને અમેરિકન હોવાના કારણે એટલો આવકાર ન્હોતો મળતો જેટલો મળવો જોઈએ અને તેથી પતિ પત્નીએ કતારના દોહામાં સેટલ થવા મુવ થઈ ગયેલા હતા. બે મહિના પહેલા એમીલી દોહાથી ચીનના નાનજીંગ સિટી માટે ફલાઈટ પકડેલ અને જેવી તે નાનજીંગમાં લેન્ડ થઈ ત્યારે તેના ફેમિલીને લેન્ડેડ થયેલાનો મેસેજ મોકલાવેલ હતો પણ આજ એમીલી તરફથી લાસ્ટ મેસેજ હતો, કારણ કે તે નાનજીંગ એરપોર્ટથી બહાર નીકળવાના કોઈ સંદેશા જ નહોતા. લેન્ડ થયાના ચાર દિવસ પછી એમીલીના દીકરાને નાનજીંગથી ૫૭૦ કિલોમીટર દૂર ચીની શહેર ડાલીઅનથી મેસેજ આવ્યો કે એમીલીને ૩૦મી ડિસેમ્બરે ચીની સિક્રેટ ઈન્ફોર્મેશન લીક કરવાના આરોપ હેઠળ ડિટેઈન કરવામાં આવેલ છે જેમાં ૧૦ વર્ષની જેલની સજાનું પ્રોવિઝન છે.
જ્યારે એમીલીના દીકરાએ માર્ક લેનને પૂછયું કે એમીલી ડાલીઅનમાં શા માટે સિક્રેટ માહિતી લીક કરવાના ચાર્જમાં ડિટેઈન કરવામાં આવેલ છે ત્યારે તેણે કહ્યું કે એમીલી જાન્યુઆરી ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૩ દરમિયાન યુએસએની લોજિસ્ટિક કંપની સેફ પોર્ટ માટે ફ્રી લેન્સિંગ કામ કરતી હતી અને આ કારણ હોઈ શકે.
સેફ પોર્ટ સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટમાં ગ્લોબલ લીડર છે અને તેથી ડાલીઅન પોર્ટ સિટીમાં એક ઓફિસની તલાશમાં હતા અને તેના માટે તેણે એમીલી ચીની નાગરિક હોવાના કારણે તેની સર્વિસ ઓફિસ શોધવામાં મદદ લીધેલી હતી. સેફ પોર્ટશના સીઈઓ ડંકનનું કહેવું છે કે એમીલી ઓફિસ શોધવામાં તેને સારી મદદ કરતી હતી અને ચીની હોવાના કારણે તે એક સેતુ સમાન હતી પણ એમીલીના પતિ માર્ક લેન ચીનમાં ખુશ ના હોવાના કારણે એમીલીએ દોહામાં એક ફ્રેન્ચ કંપનીમાં નોકરી સ્વીકારી લીધી અને ડંકન પણ એમીલીના જવાના કારણે અને ચીની સરકારના વ્યવહારથી ખુશ ના હોવાના કારણે ડાલીઅનમાં ઓફિસ ખોલવાનો વિચાર છોડી દીધો હતો.
ડાલીઅન શહેર એ નોર્થ ચીનનું પોર્ટ શહેર છે જેમાં ચીની નેવીનો બેઝ છે. સેફ પોર્ટ એક લોજિસ્ટિક કંપની છે જેણે અમેરિકન સરકાર સાથે અફઘાનિસ્તાનમાં અમેરિકન ટ્રુપને મોકલવામાં મદદ કરેલી હતી અને તેથી ચીની સરકારનું માનવું છે કે સેફ પોર્ટને પોર્ટ સિટી ડાલીઅન કે જ્યાં ચીનનો નેવલ બેઝ છે તેની માહિતી અમેરિકન સરકારને સેફ પોર્ટ મારફત મોકલવામાં મદદ કરેલ હશે અને તેથી તેને ડિટેઈન કરવામાં આવેલ છે.
ચીનમાં “રેસીડેન્શિયલ સર્વેઈલન્સ એટ અ ડેઝિગ્નેટેટ લોકેશન કે જેને ટૂંકા નામ “આરએસડીએલથી ઓળખાય છે તે કાયદો છે જેમાં કોઈપણને ચીની સરકાર કોઈને પણ ૬ મહિના માટે ગિરફતાર કરી શકે છે જેના માટે કોઈ કારણ આપવું જરૂરી નથી. તેના ફેમિલીને જાણ કરવી જરૂરી નથી, કોઈ જાતની કાયદાકીય મદદ તેઓ લઈ શકતા નથી, અપીલ કરી શકતા નથી અને એક કોટડીમાં બંધ કેદ કરીને રાખવામાં આવે છે. યુએન હ્યુમન રાઈટ્સ એક્સપર્ટસ આને ફોર્સડ ડિસએપીયરન્સ કહે છે.
એમીલીના અમેરિકન પતિ જ્યારે ચીનમાં અમેરિકન એમ્બેસીમાં મદદ માટે ગયા તો તેને કહેવામાં આવ્યું કે તેની પત્ની અમેરિકન નાગરિક ના હોવાને કારણે ચીનમાં આવેલી અમેરિકન એમ્બેસી તેની કોઈ મદદ નહીં કરી શકે.
એમીલીના પતિ અને દીકરાએ ચીની સત્તાધીશો પાસે એમીલીનો લેટેસ્ટ ફોટો જોવા માગ્યો ત્યારે તે માંગ પણ ઠુકરાવી દેવામાં આવી. આજે હાલત એ જ છે કે કોઈ ચમત્કાર જ એમીલીને ચીની જેલમાંથી બહાર કાઢી શકે તેમ છે. આજે એમીલીને બચાવવાના પ્રયત્નો પાછળ થતા ખર્ચાઓને પહોંચી વળવા બાપ દીકરો ક્રાઉડફંડિંગ કરી રહ્યા છે. એમીલીના દીકરાને પણ શાંઘાઈ એરપોર્ટ ઉપર પ્લેન પકડતા રોકવામાં આવેલ છે.
કોણ સાચું છે ને કોણ ખોટું છે તેનું જજમેન્ટ આપણે ન લગાડી શકીએ પણ એ હકીકત સ્વીકારીએ જ છૂટકો છે કે સેન્સિટીવ સેક્ટર સાથે સંકળાયેલા લોકો સાથે રાજકીય, ધંધાકીય, વ્યવસાયિક કે સામાજિક સંબંધો બાંધતા પહેલા ડ્યલુડિલિજન્સ કરવું બહું જરૂરી છે પછી તો બધી નશીબની યારી છે.
લોકોની લાઈફમાં આવતા અચાનક આવા પલટાઓ મને શીખ આપે છે કે ક્યારેય સ્ટોક માર્કેટમાં અચાનક થયેલો લોસ કે કોઈ મોટા ક્લાયન્ટસ ગુમાવ્યાનો અફસોસ કરવો નહીં કારણ કે દુનિયામાં કેટલાક લોકો આપણા કરતા પણ વધારે કોઈ કારણ વગર દુ:ખી હોય છે. હાલમાં જ કોઈ કારણ વગર મોતની સજા પામેલા આપણા આઠ બહાદુર નેવલ અધિકારીઓને કતારમાંથી જીવતા પાછા લાવવામાં આવ્યા તે ચમત્કારથી કમ નથી તેથી નાણાકીય લોસ, ધંધાનો લોસ કે સામાજિક પ્રતિષ્ઠાને થયેલ નુકસાન કે સ્ટોક માર્કેટના લોસમાં પણ નિરાશ થવા કરતા ફરી બેઠાં થઈ બમણાં જોશથી સફળતાનો ચમત્કાર કરવો જરૂરી છે કારણ કે “ધેર ઈઝ ઓલવેઝ શાઈનિંગ ટુમોરો લેટ્સ “ડેર ટુ ડ્રીમ.