જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ખાંભડા નિવાસી (હાલ બોરીવલી) શ્રી રાજેન્દ્રભાઈ મણીલાલ શાહ (ઉં.વ. ૭૧) તા. ૧૫-૨-૨૪ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે કોકિલાબેનના પતિ તથા સ્વ. છત્રભુજ ભુધરદાસ શાહના જમાઈ. કેયુર, ઉર્મિના પિતાશ્રી તથા પૂજા અને તેજસકુમાર સૂર્યકાંત શાહના સસરા તથા અશ્ર્વિનભાઈ, સ્વ. કિરિટભાઈ, ગં.સ્વ. નયનાબેન નવીનચંદ્ર ગાંધી, સ્વ. જયશ્રીબેન જીતેન્દ્ર કોઠારીના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. કેયુર રાજેન્દ્રભાઈ શાહ ડી/૭૦૧, રાજ હીલ્સ, બિલ્ડિંગ નં. ૨, દત્તપાડા રોડ, બોરીવલી (ઈસ્ટ).
કચ્છી ગુર્જર જૈન
ગામ ચંદીયા, હાલ મલાડ નિવાસી, કાંતિલાલ ભવાનજી વોરાનાં ધર્મપત્ની. પ્રેમીલાબેન (ઉં.વ.૭૬) શુક્રવાર, તા. ૧૬-૨-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. તે પારસનાં માતુશ્રી. સ્વ. માણેકબેન ભવાનજી વોરાનાં પુત્રવધૂ. તે મુદ્રાના સ્વ. ચંદનબેન ભાઈલાલભાઈ સંઘવીના પુત્રી. સ્વ. હરીલાલ, સ્વ. વાડીલાલ, સ્વ. કંચનબેન બચુભાઈ સંઘવીના ભાભી. સ્વ. લીલાવતીબેન, સ્વ. સુશીલાબેનના દેરાણી. (લૌકિક વ્યવહાર બંધ છે.)
ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
પાણશીણા નિવાસી હાલ મલાડ સ્વ. માણેકલાલ જગજીવનદાસ શાહના પુત્ર સ્વ. વિનયચંદ્ર શાહના ધર્મપત્ની મંજુલાબેન વિ. શાહ (ઉં. વ. ૮૬) ૧૪.૦૨.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સંજય, રશ્મિતા, પ્રજ્ઞા, મમતાના માતુશ્રી. અસિતા, પંકજકુમાર, સંદિપકુમાર, નીતિનકુમારના સાસુ. તે મણિલાલ ભુદરભાઈ શાહની દિકરી. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાયદેશ દશા હુંબડ દિગંબર જૈન
ટાકાટુકા નિવાસી હાલ ગોરેગામ હીરાબેન તે સ્વ કાંતિલાલ જીવરાજ શાહના ધર્મપત્ની. પ્રકાશભાઈ. વર્ષાબેન. અલ્કાબેન તથા આરતીબેનના માતૃશ્રી. દીપિકા, સ્વ જસવંતલાલ. સ્વ નિખિલકુમાર તથા જીજ્ઞેશ કુમારના સાસુ. સ્વ ભીખાલાલ છગનલાલની પુત્રી. તે નવીનભાઈ. જયંતીભાઈ. દિનેશભાઇ તથા ચંદુભાઈ તથા તે ઇન્દીરાબેન અને જૈમિનીબેનના બેન તે ૧૬/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની સાદડી રવિવાર, ૧૮-૦૨-૨૦૨૪ ના ૨:૩૦ થી ૪:૩૦. શ્રી રાજસ્થાન ભવન હોલ, આરે રોડ, ગોરેગામ (વેસ્ટ).
દશાશ્રીમાળી દેરાવાસી જૈન
પાલીતાણા નિવાસી, હાલ વસઈ, બિપીનચંદ્ર મોદી (ઉં. વ. ૭૦) મણિલાલ ઠાકરશી મોદીના સુપુત્ર સોમવાર, તા. ૧૨-૦૨-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રીતિબેન મોદીના પતિ. સોનાલી અમિત બલસારી, મોનાલી જયેશ દવેના પિતાશ્રી. અમિત બલસારી ને જયેશ દવેના સસરા. ચંદ્રિકાબેન જીતેન્દ્ર કુમાર શાહ, પ્રવિણાબેન કિશોરકુમાર ડેલીવાલા, સુમિત્રાબેન મહેશકુમાર મિયાણી, આશાબેન નીતિનકુમાર દેસાઈ. પ્રવિણચંદ્ર મોદીના ભાઈ. તેમની પ્રાર્થનાસભા, રવિવાર, તા. ૧૮-૦૨-૨૦૨૪ ના ૩:૦૦-૫:૦૦. તેમના નિવાસસ્થાન બી, ગણેશ છાયા એપાર્ટમેન્ટ, મોરબી ફરસાણવાલાની બાજુમાં, દિનદયાલ નગર, વસઈ પશ્ર્ચિમ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
અમરેલી નિવાસી હાલ બોરીવલી સ્વ. વસંતબેન અનંતરાય મનસુખલાલ ધ્રુવના સુપુત્ર હિરેન (નિલેશ) (ઉં. વ. ૫૬) તે શિલ્પાબેનના પતિ. વિરેશ તથા પ્રેક્ષાના પિતા. મનોજભાઈ, હિતેશભાઈ, હસમુખભાઈ અને માલતીબેન દિલીપકુમાર મહેતાના ભાઈ. તે ભૂપતરાય સોમચંદ દોશી (ભાદ્રાવાળા હાલ સુરત)ના જમાઈ. તે તા. ૧૫.૦૨.૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૯.૦૨.૨૦૨૪ ના ૧૦ થી ૧૨. : વર્ધમાન સ્થાનકવાસી સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ, બોરીવલી (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
રાજકોટ નિવાસી હાલ બોરીવલી, સ્વ. જયવંતભાઈ રતિલાલભાઈ દોશીના સુપુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૮૦), તે સ્વ. પ્રવિણાબેનના પતિ. ધર્મેશ, સારિકા ભાવેશભાઈ બગડિયાના પિતાશ્રી. અ. સૌ. અનિતાના સસરા. પોપટલાલ પાનાચંદભાઈ પાડલિયાના જમાઈ. આશના, અદિતી, સમૃધ્ધના દાદા-નાના, તે શુક્રવાર, તા. ૧૬-૨-૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. નિવાસસ્થાન: બી-૫, ડ્રિમલેન્ડ બિલ્ડીંગ, યોગીનગર, લીંક રોડ, બોરીવલી વેસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર નિવાસી હાલ બોરીવલી સરોજબેન કીર્તિકાંત ચુડગર (ઉં. વ. ૭૫), તે કિર્તીકાંત ચુડગરના પત્ની. સંજીવ, સુનિલ, નિકેતાના મમ્મી. સ્વ. ઝવેરચંદભાઈ, ગુણવંતભાઈ, બિપીનભાઈ તથા કુમુદબેનના ભાભી. સ્વ. ડાહ્યાલાલ મનસુખલાલ શાહ તથા સ્વ. ધીરૂભાઈના બેન તા. ૧૫-૨-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌેકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાવાના ધવલ નીતીન ફુરીયા (ઉં. વ. ૩૮) ૧૬-૨-૨૦૨૪ના અવસાન પામેલ છે. નેમચંદ કરમશીના પૌત્ર. કલ્પના (મીના) નીતીનના પુત્ર. ભાવિનના ભાઇ. મો. આસંબીયાના જયવંતી દામજી લાલજી ગાલાના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. ફોન આવકાર્ય. ઠે. નીતીન નેમચંદ, ૧૩૧/૧૨, મણીભુવન, જૈન સોસાયટી, સાયન (વે.), મું. ૨૨.
રાયણના વિનોદ નાનજી ગડા (ઉં. વ. ૭૪) તા. ૧૬-૨-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી નાનબાઇ નાનજીના સુપુત્ર. પ્રેમીલાના પતિ. વિરલ, જતીનના પિતા. સ્વ. શાંતીલાલ, સ્વ. મુલચંદ, સ્વ. પ્રવિણ, મહેન્દ્ર, ધનવંતીના ભાઇ. બગડાના હિરબાઇ ખીમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. વિનોદ ગડા, ૧/૧૩, રાઉન્ડ બિલ્ડીંગ, બી.જે. માર્ગ, સાત રસ્તા, મું. ૧૧.
કારાઘોઘા (મીરારોડ)ના પ્રભાવતી કાંતીલાલ શેઠીયા (ઉં. વ. ૭૨) તા.૧૨/૨/૨૪ના દેશમાં અવસાન પામેલ છે. માતુશ્રી લાછબાઈ રણશી પુનશીના પુત્રવધૂ. કાંતીલાલના ધર્મપત્ની. નિલેશના માતુશ્રી. ભુજપુર માતુશ્રી લાછબાઈ લીલાધર વેલજીના સુપુત્રી. મોણશી, કપાયા દેવકાબાઈ/નાનબાઈ હંસરાજના બેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સંઘ સંચાલિત શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર વે. મુ.૨૮. ટા. ૨ થી ૩.૩૦. નિ. એન/૩૦૪, શુકન ગોલ્ડ, વન્દે માતરમ, ગોતા, અમદાવાદ- ૩૮૨૪૮૧.
શેરડીના વાલબાઇ વસનજી પાસડ (ઉં. વ. ૮૫) તા. ૧૬-૨-૨૪ ના અરિહંત શરણ પામેલ છે. લીલબાઇ માલશી પાંચારિયાના પુત્રવધૂ. વસનજીના પત્ની. નવાવાસના તરૂણા મણીલાલ વેલજી ગોગરીના માતુશ્રી. હાલાપરના વેજબાઇ વેરશી નરશી મારૂના પુત્રી. ભોજાયના નાનજી વેરશી મારૂ, હીરબાઇ ચના, લીલબાઇ ચનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મણીલાલ વેલજી ગોગરી, ૩/એ, પામલેન્ડ, પાલી નાકા, બાંદ્રા (વે), મું. ૫૦.
વાગડ વિ.ઓ.જૈન
ગામ સુવઈના સ્વ. મઘીબેન/રખુબેન ભુરાભાઈ સત્રાના સુપૌત્ર. ગં.સ્વ. કેસરબેન હિરજી (બાબુભાઈ)ના સુપુત્ર નવીન (ઉં.વ. ૫૧) ગુરુવાર, તા. ૧૫.૨.૨૪ના અવસાન પામેલ છે. શાંતિબેનના પતિ. હર્ષીલ, હિનલ, આયુષીના પિતા. દિનેશ, રાજેશ, હરેશના ભાઈ. નંદાસરના સ્વ. મણીબેન વસનજી બોરીચાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૮.૨.૨૪. પ્રા.સમય: સવારે ૧૦થી ૧૧.૩૦. પ્રા.સ્થળ: ટીપ ટોપ પ્લાઝા, થાણા (વે.), ચક્ષુદાન કરેલ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભચાઉ હાલ જોગેશ્ર્વરીના માતુશ્રી કેસરબેન આસપાર હરશી કારીયાના સુપુત્ર સ્વ. પ્રેમજીભાઈ (ઉં.વ. ૮૫) શુક્રવાર, તા. ૧૬.૨.૨૪ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. ગં.સ્વ. જેતુબેનના પતિ. સાવિત્રી, ગીતા, ચંપા, જયશ્રી, અજીત, જયેશ, હસમુખના પિતાશ્રી. મણીલાલ, દેવજી, જગદીશ, અશ્ર્વીન, પ્રિતી, ડિમ્પલ, કાજલના સસરા. વેજીબેન, માલશી, રૂક્ષ્મણી, લક્ષ્મી, બાબુલાલ, વીરજીના ભાઈ. ગામ સામખીયારીના ભચીબેન લાલજી અવચર ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૯.૨.૨૪. પ્રા.સમય: સવારે ૧૦થી ૧૧.૩૦. પ્રા.સ્થળ: અચલગચ્છ જૈન સંઘ, જોગેશ્ર્વરી-ઈસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
દેપલા નિવાસી હાલ ઘાટકોપર શાંતિલાલ ગુલાબચંદ દોશીના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૭૮) તે બાવચંદભાઈ, હિંમતભાઈ, જમનાદાસભાઈના નાના ભાઈના ધર્મપત્ની તેમજ નિતીન, રીતેશ, સ્મિતા, પ્રીતિના માતુશ્રી તથા ભાવના, બીજલ, નીતીનકુમાર, જીતેન્દ્રકુમારના સાસુ. પિયર પક્ષે જસપરાવાળા ગીરધરલાલ માનચંદ શાહના દીકરી. તે દલસુખભાઈ, હસુભાઈ, પ્રવીણભાઈ, ચંપાબેન, હીરાબેન, કળાબેન, પુષ્પાબેન, ભારતીબેન, શારદાબેનના બેન. તા. ૧૬.૨.૨૪ના અરિહંત શરણ પામેલ છે. બન્ને પક્ષની સાદડી રવિવાર તા. ૧૮.૨.૨૪ના ૩.૦૦થી ૫.૦૦. નિવાસ સ્થાન: ૮૦૧, ઈવ બિલ્ડીંગ (ટાવર પ) એમઆઈસીએલ, નાયડુ કોલોની, પંતનગર, ઘાટકોપર (ઈ).
પેથાપુર જૈન
હાલ ખેતવાડી ૧૦મી ગલી મુંબઈ રહેવાસી સ્વ. ચીનુભાઈ નગીનદાસ નાણાવટીના ધર્મપત્ની સુશીલાબેન તે સ્વ. સુવર્ણા, પૂર્ણિમા, હંસા, જ્યોતિ, હર્ષા, વર્ષા, શૈલેષ તથા જયેશનાં માતુશ્રી શનિવાર તા. ૧૭.૨.૨૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.