ઉત્સવ

ફૂલોની ફોરે વાવડ થયા વસંતના

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

લોકજીવનનું પ્રેમાળ અને લાગણીસભર પાસું એના સાંસ્કૃતિક ઉત્સવોમાં પ્રસન્નતાપૂર્વક પાંગરે છે. તેમાં ભારતના અજોડ પ્રદેશ કચ્છની સંસ્કૃતિ તો હડપ્પા સાબિતીને લીધે પરંપરાગત સાબિત થઇ છે. સંસ્કાર અને ઉત્સવોની ભૂમિ ઋતુઓના રંગ સાથે અનેરો સંબંધ ધરાવે છે. દિવાળી એ નવી ફસલનો ઉત્સવ છે તો દશેરા એ પ્રસંગનો. વસંતોત્સવ અને હોળી એ રંગોત્સવ છે. પોષ મહિનો ધરતી પર પગલાં પાડે ત્યાં લગીમાં ઉત્તરાયણ આવી પહોંચે. આકાશ પતંગથી છવાઈ જાય. ઉત્તરાયણના વાયરા વા’તા બંધ થાય ત્યાં સુધીમાં તો વસંતનું રંગીન આગમન થતાં જ વનશ્રી પૂરબહારમાં ખીલી નીકળે છે. કેસૂડા લોકોનાં દિલ જીતવા કામણ કરે છે. ફૂલફટાક ફાગણ તો શ્રૃંગારનો લોકઉત્સવ છે. આ માસે તો શિશિર-વસંતનું સ્નેહમિલન હોય છે. અમૃતાબા જાડેજાના શબ્દોમાં, ફુલેંજી ફોરતેં વિઈ વાવડ઼ આયા વસંતજા, ને ઝાડ઼-પન ગા઼ઈઍંતા વધામણાં વસંતજા. (ફૂલોની ફોર પર બેઠા વાવડ થયા વસંતના, ને ઝાડ-પાન ગાય છે વધામણાં વસંતના) આપણે પણ વસંતના રંગમાં રંગાઈને પ્રકૃતિની ભેટનો આદર કચ્છી રચનાઓથી કરીએ.

કુદરતનાં પલટાતાં રંગની સાથે દરેક પરિવર્તનની માનવજીવન પર અમીટ અસર ઊભી થતી હોય છે. પ્રકૃતિનાં પ્રાધાન્યમાં માનવોની ઊર્મિઓ અને ભાવો બદલાતા સમયની સાક્ષી પૂરે છે. કુસુમ ગાલાની કવિતાની જેમ વસંતનું આગમન બે પ્રેમી હૃદયની મિલનની મજા રજૂ કરે છે કે, “ઠિરે ન નજ઼ર કિતે, ગોતે મન માણીગર, પ્રેમ લાગણીયૂં છિલકાઇંધી, આવઇ વસંત. (ઠિરે:ઠરતી, કિતે:ક્યાંય, ગોતે: શોધે છિલકાઇંધી:છલકાવતી, આવઇ: આવી) કાલિદાસ રચિત ઋતુસંહારના સુંદર વર્ણન અનુસાર, વૃક્ષો પુષ્પોવાળા બન્યાં છે, સરોવર કમળોવાળા બન્યાં છે, સ્ત્રીઓ કામનાવાળી બની છે, પવન સુગંધવાળો બન્યો છે, દિવસ રમ્ય બન્યો છે અને સાંજ સુખમય બની છે!’

ભાવાનુવાદ: લોકજીયણજો પ્રેમાડ઼ નેં લાગણીસભર પાસો ઇનીજે સાંસ્કૃતિક ઉત્સવેમેં રાજીપે પાંગરેતા. તેમેં ભારતજે આઉગે પ્રડેસ કચ્છજી સંસ્કૃતિ ત હરપ્પા જે લિધે પરંપરાગત સાભિત થિઇ આય. સંસ્કાર નેં ઉત્સવવેંજી ધરા ઋતુએં ભેરો અનોખો સંબંધ ધરાયતો. ડિયારી ઇ નઇ ફસલજો ઉત્સવ આય ત દશેરા ઇ પ્રિસંગજો. વસંતોત્સવ ને હોરી ઇ રંઙોત્સવ આય. પો મેણો ધરાતે પગલાં વજે તે સુધિમેં ત ઉત્તરાયણ અચી વિઞે. આકાસ પતંગસે છવાજી વિઞે. ઉત્તરાયણજા વાયરા વાઇંધે બંધ થિએ તે સુધીમેં ત વસંતજો રઙિન આગમન થીંધે જ વનશ્રી જોરસોર સે ખિલી નીકરેતી. કેસૂડ઼ા માડૂએંજા ધિલ જિતેલા કામણ કરીંએંતા. ફૂલફટાક ફાગ ત શ્રિગારજો લોકઉત્સવ આય. હિન મેણેમેં ત સિસિર-વસંતજો સ્નેહમિલન થિએ તો. પાં પ વસંતજે રઙમેં રંગાજીને પ્રિકૃતિજી ભેટકે માનસે કચ્છી રચનાએંમેં માણીયું.

કુધરતજે ભધલધે રઙ ભેરા મિડ઼ે પરિવર્તનજી માનવજીયણ તે અમીટ અસર ઉભી થીંધી હોયતી. પ્રિકૃતિજે પ્રિભાવમેં માડૂએંજી ઉર્મિઉં ને ભાવ ભધલધે સમોજી સાંખી પૂરેંતા. કાલિદાસ રચિત ઋતુસંહારમેં લાટ વિર્ણન કરે મેં આયો આય, ઝાડ઼ પનેં સે ભરજી રયા ઐં, સરોવર કમડ઼જે ફુલેંસે ભર્યા ઐં, નારી કામવારી ભનઇ આય, પવન સુગંધિ ભન્યો આય, ડીં રમ્ય ભાસેતો નેં સાંજી સુખ ડે તી!’ આવી જ કૈક અનુભૂતિ કચ્છી બાઇ અનુભવે છે અને પ્રિયતમા પ્રેમની લાગણી રજૂ કરતું ગીત ગાય છે કે (એડ઼ી જ કિંક લાગણી કચ્છી બાઇ અનુભવેતી ને પ્રિયતમા પ્રેમજી લાગણી રજૂ કરીંધલ ગીત ગાયતી ક),
રાણો અચીંધો રાજમેં ભેણું રાણો અચીંધો રે.
થિઈ ફુલેંજી ફોર રે રાણા રોને અજૂણી રાત,
મૂંજા પરદેશી મેમાણ રે રાણા રોને અજૂણી રાત.
ઓતારા ડીંયાં ઓરડા રાણા ઓતારા ડીંયા રે.
ડીંયા મેડીજા મોલરે રાણા રોને અજૂણી રાત.
ડનણ ડીંયા ડાડમી રાણા ડનણ ડીંયાંરે,
ડીંયા કરેણી કામ રે રાણા રોને અજૂણી રાત…
વિરહિણી નારીના મનના ભાવોનું વર્ણન કરતું આ ગીત તો મોટું છે, ગીત ગાઇને તે પતિને એકરાત રહેવા વિનંતી કરે છે. અગાઉના સમયમાં લોકો લશ્કરમાં વધુ નોકરી કરતા. પત્ની ઘેર રહી આતુરતાપૂર્વક રાહ જોતી. એવોજ એક યોદ્ધો તેની પત્નીને સમાચાર મોકલે છે કે તે તેના ગામમાંથી પસાર થશે. તે વખતે આ ગીત ગાઈ રહેવા માટે ઓરડા સજાવશે, ઢોલીયા, ખાટ પાથરશે. દાતણ, લાડુના ભોજન, જીણી સેવ, નહાવા માટે નીર, મુખવાસ વગેરે આપવાનું કહે છે. (રાણો = પ્રિયતમ, અચીંધો = આવશે, ફૂલેજી ફોર = ફૂલોની સુગંધ, અજૂણી રાત = આજની રાત, ડીંયાં = આપું, ડનણ = દાતણ)
ભાવાનુવાદ: વિરહિણી નારીજે મનજે ભાવેજો વર્ણન કઇંધે હીં ત ઇ ગીત વડો આય, ગીત ગાઇંધે ઇ પતિકે હિકડ઼ી રાત ખમી રેલા વિનંતી કરેતી. પેલેજે સમોમેં લોક લસ્કરમેં ગણે નોકરી કઇંધા વા. પત્ની ઘરે રિઇને આતુરતાપૂર્વક વાત ન્યારેતી. ઍડ઼ો જ હિકડ઼ો જુવાનજોધ સૈનિક ઇનજી પત્નીકે સમાચાર હલાયતો ક પિંઢ ઇનજે ગામમિંજાનો વટાઇંધો અગ઼િયા વિઞે વારો આય ઉન સમય તે હી ગીત ગાઈને હિકડ઼ી રાત ખમી રેલા ધરવારી ઓરડા સજાયજી, ઢોલીયા, પાથરેજી ખાટ, ડનણ, લડુજા ભોગ, સની સેવ, નાયલા નીર, મુખવાસ વિગેરે ડિનેંજી ગ઼ાલ કરેતી.
વેંધા કિતે વલા વેંધા કિતે ?
વાલમ મૂંસે નેડો લગાયને વેંધા કિતે ?
પ્રિયતમ મૂંસે પ્રીત કરેને વેંધા કિતે ?
રાત ને ડીં આંજો સમરણ કરિયાં વલા,
હલધે-ચલંધે સૂતેને વિઠે વાલમ,
રાની લાખેજયું વિનંતીયું રે
પિરિયન પાંજો પાંકે મિલંધા કિતે ?
વાલમ મૂંસેં નેડો લગાયને વેંધા કિતે ?
પ્રિય મૂંસે પ્રીત કરેને વેંધા કિતે.
કચ્છીમાં અન્ય કાંખે નાયક પણ પોતાની પ્રેયસીને યાદ કરતાં રુચિર ઉપર રજૂ કરેલ રચના ઉમેરે છે. મહારાવશ્રી લખપતજીના આખરી સમયના આ પ્રેમગીતમાં રાજા લખપતજી તેની પ્રિયાને વિનંતી કરે છે કે તારું સ્મરણ દિવસ રાત કરું છું. વાલમ મારી સાથે નેડો લગાવી ને ક્યાં જશો?

ભાવાનુવાદ: કચ્છીમેં બે પાસે નાયક પ પિંઢજી પ્રેયસીકે જાધ કરીંધે મથે રજુ કેલ લાટ રચના ઉમેરેતો. મારાવશ્રી લખપતજીજે આખરી સમોજે હિન પ્રેમગીતમેં રાજા લખપતજી ઇનીજી પ્રિયાકે વિનંતી કરે નેં ચેંતા ક તોજો સમરણ આઉં ડીં રાત કરીંયાતો. વાલમ તું મૂંસે નેડો લગાયને વેંધિ કિતે? (વેંધા કિતે = જશો ક્યાં, વલા = પ્રિય વહાલા, મૂંસે = મારાથી, નેડો લગાપ = પ્રીતિ લગાવીને, ડીં = દિવસ, આંજો = તમારો, લાખેજ્યુ = લાખાની, પાંજો = આપણો, મિલંધા = મળશે, પાંકે = આપણને, રા’ની = રાજાની, કરીયાં = કરું)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…