આપણું ગુજરાતનેશનલસ્પેશિયલ ફિચર્સ

ગુજરાતનું Hidden Gem છે આ Hill Station, જેની સામે Nanitaal, Abu, Mussoorie પણ પડે છે ફિક્કા…

ટ્રાવેલ એ એક થેરેપી છે અને એમાં પણ વાત ગુજરાતીઓને તો ફરવા માટે બસ બહાનું અને મોકો જોઈએ… અવારનવાર ફરવા માટે ગુજરાતીઓ બીજા રાજ્યોમાં જવાનું પસંદ કરે છે. પણ ગુજરાતમાં જ આવેલા અનેક એવા હિડન જેમ્સ આવેલા છે જેના તરફ આપણામાંથી ઘણા લોકોનું ધ્યાન જતું જ નથી.

ગુજરાત પાસે પણ હિલ્સ સ્ટેશનનો અદ્ભુત ખજાનો છે, અને આજે અમે અહીં આ વિશાળ ખજાનામાંથી જ તમારા માટે ખૂબ જ સુંદર અને રમણીય એવા હિલ સ્ટેશનની માહિતી લઈને આવ્યા છીએ કે જેની સામે હિમાચલ પ્રદેશ, મસૂરી, લેહ લદ્દાખ પણ ફિકા પડી જાય છે…જવાનુ પસંદ કરે છે. એટલું જ નહીં આ હિલ્સ સ્ટેશનની સામે આબુ, મહાબળેશ્વર, મસૂરી, કોડાઈકેનાલ જેવા હિલ સ્ટેશનો પણ ફિક્કા પડી જાય છે… તો ચાલો રાહ કોની જોઈ રહ્યા છો બેગ પેક કરો અને ઉપડી જાવ…


આ હિલ સ્ટેશનની મુલાકાત લેવા માટે આપણે પહોંચી જવું પડશે ગુજરાતના વલસાડ ખાતે અને એનું નામ છે વિલ્સન હિલ્સ (Wilson hills). આપણામાંથી ઘણા લોકોને ઓફબીટ ટુરિસ્ટ પ્લેસ વિશે માહિતી જ નથી. તમારી જાણ માટે કે આ ગુજરાત એકમાત્ર એવું હિલ સ્ટેશન છે કે જ્યાંથી તમે સમુદ્રનો નજારો પણ જોઈ શકો છો અને પર્વતોની ઊંચાઈનો આનંદ પણ ઉઠાવી શકો છો. એક વખત જો તમે આ જગ્યાની મુલાકાત લેશો તો અહીંના જ થઈને રહી જશો.


વિલ્સન હિલ્સ એ ગુજરાતનું અને એમાં પણ ખાસ કરીને વલસાડનું એક ખૂબ ફેમસ પણ અનટચ્ડ હિલ સ્ટેશન છે. ચોમાસામાં તો આ જગ્યા જાણે ધરતી પરનું બીજું સ્વર્ગ બની જાય છે. વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુરમાં આવેલું છે અને તે જંગલોથી ઘેરાયેલું છે.


વિલ્સન હિલ્સ વિશે વાત કરીએ તો આ જગ્યાનું નિર્માણ લોર્ડ વિલ્સન અને ધરમપુરના છેલ્લાં રાજા વિજય દેવજીના કાળમાં આરંભ કરવામાં આવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે લોર્ડ વિલ્સન મુંબઈના ગર્વનર હતા, અને એમની જ યાદમાં આ હિલને તેમનું નામ રાખવામાં આવ્યું છે.


ઉનાળાના દિવસોમાં આ હિલ સ્ટેશન એકદમ શાંત અને શીતળતાનો અહેસાસ કરાવે છે. હરિયાળીથી ઢંકાયેલા પર્વતો સુધી પહોંચવા માટે અહીંના સર્પાકાર રસ્તાઓ પરથી પસાર થવું પડશે. સાપુતારા હિલ સ્ટેશનની સરખામણીમાં ભલે વલસાડ નજીક આવેલું આ હિલ સ્ટેશન થોડું નાનું છે, પણ તેની સુંદરતા, હરિયાળી અને નેચરલ એટમોસ્ફિયરને કારણે લોકો આ જગ્યાને મિની સાપુતારા તરીકે જ ઓળખે છે.


વિલ્સન હિલ પર પર્વતોની વચોવચ આવેલું બિરુમલ મંદિર એ અહીંનું મુખ્ય આકર્ષણ છે. આ સિવાય પણ અહી બીજા અનેક જોવાલાયક સ્થળો આવેલા છે જેમાં ઓઝોન ઘાટી, સૂર્યોદય-સૂર્યાસ્ત પોઈન્ટ, સંગેમરમર છતરી, ધરમપુર શહેર, વિલ્સન હિલ્સ મ્યૂઝિયમ, શંકર વોટરફોલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધરમપુર શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર બિલપુડી ટ્વીન વોટર ફોલ પણ આવેલું છે, જેને લોકો માવલી માતા ઝરણા નામથી પણ ઓળખે છે.


વિલ્સન હિલ વિશે આટલું બધું જાણ્યા અને વાંચ્યા બાદ હવે વાત કરીએ અહીં આવવાના બેસ્ટ ટાઈમ વિશે તો અહી આવવાનો સૌથી સારો સમય ચોમાસાની સીઝન છે. ચોમાસામાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળશે… તો હવે જ્યારે પણ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એક વખત ચોક્ક્સ વિલ્સન હિલની મુલાકાત ચોક્ક્સ લેજો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button