લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુળે સામે ઉતારશે પવાર પરિવારનું આ સભ્ય, જાણો કોણ છે તે
મુંબઈ: એનસીપી શરદ પાવર જુથ અને એનસીપી અજિત પાવર જુથ આમ બે જુથ થતાં 2024ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષ કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે એ બાબતે રાજકીય ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે હવે અજિત પવારે તેમની પિતરાઈ બહેન શરદ પાવર જુથના સુપ્રિયા સુળે સામે તેમની પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના બારામતીથી ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતારવાનો એક ઈશારો આપ્યો હતો.
શરદ પવાર જુથના સુપ્રિયા સુળે સામે ચૂંટણીનું રણશિંગુ ફૂંકતા અજિત પવારે પહેલી વખત ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારને મત આપવની આપી કરી હતી. તેમના આ ભાષણથી શું તે તેમની પત્ની સુનેત્રા પવારને ચૂંટણીમાં ઉતારવાની વાત કરી રહ્યા છે એવી ચર્ચા થઈ રહી છે.
કોણ છે સુનેત્રા પવાર?
અજિત પવારની પત્ની સુનેત્રા પવારનું રાજકારણમાં એક સ્ટ્રોંગ રેકોર્ડ છે. સુનેત્રાના ભાઈ પદમસિંહ પાટીલ એક વરિષ્ઠ નેતા છે અને તેઓ પૂર્વ પ્રધાન પણ રહી ચૂક્યા છે. અજિત પવાર અને સુનેત્રા પવારને જય અને પાર્થ પવાર નામના બે પુત્રો પણ છે. એક રિપોર્ટ મુજબ 2019માં પાર્થે માવળથી લોકસભા ચૂંટણી લડી હતી, પણ તેમાં તેનો પરાભવ થયો હતો.
સુનેત્રા પવારને તેમના સામાજિક કર્યોથી પોતાની ઓળખ બનાવી હતી અને 2010 વેબસાઇટ સ્થાપિત કરી એક એનજીઓના તેઓ અધ્યક્ષ બન્યા હતા. તેમ જ એન્વાયર્નમેન્ટલ ફોરમ ઓફ ઈન્ડિયાના સ્થાપક તરીકે પણ તેમણે પોતાની ઓળખ બનાવી હતી. સુનેત્રા પવારે ઇકો-વિલેજને પણ તેમણે પ્રોત્સાહન આપ્યું હતું.