મનોરંજન

‘દંગલ ગર્લ’ સુહાની ભટનાગરનું હતું આ સપનું, આ કારણે છોડી દીધું હતું સોશિયલ મીડિયા

આમિર ખાનની સુપર હિટ ફિલ્મ ‘દંગલ’માં આમિરની પુત્રી એટલે કે નાની દીકરી બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે. 19 વર્ષની ઉંમરે તેણે દુનિયાને અલવિદા કહી દીધું. સુહાની ભટનાગરના નિધનના સમાચારથી માત્ર પરિવાર અને મિત્રો જ નહીં, સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. અભિનેત્રીએ તેના ટૂંકા જીવનમાં મોટા સપના જોયા હતા. પરંતુ તે સપના પૂરા કરે તે પહેલા જ તેને દુનિયાને અલવિદા કહી દીધી હતી. ચાલો આ લેખમાં જોઈએ કે આ નાનકડી આંખોમાં કેવા સપના હતા…

તેને પોતાના એક ભૂતકાળના ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તેને બોલિવુડમાં આવવું છે. અને પોતાના અભ્યાસ માટે થઈને તેને સોશિયલ મીડિયાથી પણ દૂરી બનાવી લીધી હતી. કહેવાય છે કે 25 નવેમ્બર 2021 પછી તે પોતાના Instagram થી એક્ટિવ જોવા મળી નહતી. આ પહેલા તે ઘણીવાર પોતાના ફોટો શેર કરતાં જોવા મળતી હતી.

થોડા દિવસ પહેલા તેનો અકસ્માત થયો હતો. જેના કારણે તેની ચાલતી દવાઓના કારણે તેને રિએક્શન આવ્યું અને શરીરમાં ફ્લૂડ જમા થવા લાગ્યું હતું. જેને લઈને તે દિલ્હીની AIMS હોસ્પિટલમાં દાખલ હતી. આ કારણથી તેનું મૃત્યુ થયાના મીડિયામાં સમાચાર બહાર આવ્યા છે.

દંગલ બાદ તેને ઘણી ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. પરંતુ પોતાના અભ્યાસના કારણે તેને કોઈ ઓફર સ્વીકારી ન હતી અને અભ્યાસ માટે થઈને તેને સોશિયલ મીડિયાથી પણ બ્રેક લઈ લીધો હતો. આપને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર તેના 21 હજાર ફોલોર્સ છે. પોતાના અભ્યાસ બાદ તેને ફરીથીમાં ફિલ્મોમાં ઝંપલાવનું સપનું હતું. પરંતુ માત્ર 19 વર્ષની વયે વિદાય લેતી આ અભિનેત્રીનું સપનું સપનું જ રહી ગયું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button