નેશનલ

‘કમલ’ નહીં છોડે ‘હાથ’? BJPમાં સામેલ થવાની અટકળો વચ્ચે કોંગ્રેસ નેતા કમલનાથનું નિવેદન, જુઓ શું કહ્યું?

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કમલનાથ તેમના પુત્ર નકુલ નાથ (nakul nath BJP joining) અને લગભગ એક ડઝન ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સાથે ભાજપનું સભ્યપદ લઈ શકે છે ( Kamal Nath joining BJP.) આ અટકળો વચ્ચે કમલનાથ શનિવારે બપોરે પુત્ર નકુલ સાથે રાજધાની પહોંચ્યા હતા.

આ બધાની વચ્ચે કમલનાથની બીજેપીમાં સામેલ થવાને લઈને પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેણે આ અટકળોને નકારી ન હતી અને ખુલ્લેઆમ જવાબ આપ્યો ન હતો. તેમણે પત્રકારોને કહ્યું કે જો આવું કંઈ થશે તો હું તમને પહેલા જાણ કરીશ. જુઓ આ સવાલ પર કમલનાથે શું કહ્યું

રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર, કોંગ્રેસે તેમને રાજ્યસભાની સીટ ન આપતા કમલનાથ નારાજ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગત વર્ષે રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કારમી હારને લઈને રાહુલ ગાંધી કમલનાથથી નારાજ છે અને તેના કારણે પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા નથી. હવે આનાથી નારાજ થઈને કમલનાથ પાર્ટી છોડી શકે છે.

તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ નાથને પાર્ટીના મધ્ય પ્રદેશ યુનિટના વડા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 66 સીટો જીતવામાં સફળ રહી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસની હારથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી આ ચૂંટણીમાં જીતના ઊંચા દાવા કરી રહી હતી.

કમલનાથને લઈને ચાલી રહેલી અટકળો પર કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે કહ્યું કે મેં ગઈકાલે રાત્રે કમલનાથ સાથે વાત કરી હતી. તે છિંદવાડામાં છે. નહેરુ-ગાંધી પરિવાર સાથે રાજકીય કારકિર્દી શરૂ કરનાર વ્યક્તિ ઇન્દિરાજીના પરિવારને છોડી દે તેવી અપેક્ષા આપણે કેવી રીતે રાખી શકીએ? આપણે આની અપેક્ષા પણ ન રાખવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button