આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ એરપોર્ટ પર વૃદ્ધના મૃત્યુ મામલે એર ઈન્ડિયાને ડીજીસીએની નોટિસ

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર એક 80 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. હવે આ ઘટનાને લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આરોપી એર ઈન્ડિયાને વૃદ્ધને વ્હીલચેર ન આપવાનું કારણ જણાવવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે.

એક અહેવાલ મુજબ બાબુ પટેલ અને તેમની પત્ની નર્મદાબેન પટેલ એર ઈન્ડિયાની ફ્લાઇટ વડે ન્યુયોર્કથી મુંબઈ આવ્યા હતા. આ વૃદ્ધ દંપતીએ એર ઈન્ડિયા પાસેથી બે વ્હીલચેરની માગણી કરી હતી. જોકે આ દંપતીને એકપણ વ્હીલચેર ન મળતા બાબુ પટેલનું હાર્ટ એકેટને લીધે કથિત રીતે મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી.

ડીજીસીએએ એર ઈન્ડિયાને આ નોટિસનો જવાબ સાત દિવસની અંદર આપવાની સાથે પહેલાથી વ્હીલચેરની માગણી કર્યા હોવા છતાં શા માટે તેમને વ્હીલચેર આપવામાં આવી નહીં એ બાબતનો પણ જવાબ માગ્યો છે. ડીજીસીએ દ્વારા એર ઈન્ડિયાને કાર સેક્શન-ત્રણ સીરિઝ-એમ પાર્ટ-વન હેઠળ મોકલી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. ડીજીસીએના આ નિયમ મુજબ કોઈ દિવ્યાંગ કે વૃદ્ધ પ્રવાસીને સમય પડતાં તેમની મદદ કરવી જરૂરી બને છે.

એર ઈન્ડિયાની બેદરકારીને લીધે બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને ડીજીસીએ તપાસ શરૂ કરી છે અને વૃદ્ધના મૃત્યુને લઈને કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ માહિતી મેળવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button