Atal Setuને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, આ કારણે કલાકો સુધી બંધ રહેશે Traffic માટે…
મુંબઈઃ જ્યારથી વાહનવ્યવહાર માટે Atal Setu ખુલ્લો મૂકાયો છે કે ત્યારથી દરરોજ આ સેતુ પરથી પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. પણ હવે આ અટલ સેતુને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે શિવડી-ન્હાવાશેવા અટલ સેતુ (MTHL) શનિવારે રાતે 11 વાગ્યાથી લઈને બીજા દિવસે એટલે કે 18મી ફેબ્રુઆરીના બપોરે 1 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.
મળી રહેતી માહિતી પ્રમાણે MMRDA દ્વારા શિવડી ગાડી અડ્ડા મુંબઈથી ચિર્લે, નવી મુંબઈ રૂટ પર મેરેથોન યોજાવવાની છે અને એને કારણે 14 કલાક માટે આ અટલ સેતુ બંધ રાખવામાં આવશે.
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક 12મી જાન્યુઆરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી એક મહિનામાં જ હજારો મુંબઈગરાઓએ એના પરથી પ્રવાસ કર્યો છે. આ બ્રિજને કારણે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર ઘટી ગયું છે. આવી પરિસ્થિતિમાં MTHL રવિવારે રજાના દિવસે મુંબઈગરા માટે બંધ રાખવાનો નિર્ણય લાવામાં આવ્યો છે.
રવિવારે 118મી ફેબ્રુઆરી બપોરે એક વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે આ સેતુ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, પ્રશાસન દ્વારા આ માટે ઓપ્શનલ રૂટની માહિતી આપી છે. મુંબઈના બહુચર્ચિત અને લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે એવા કોસ્ટલ રોડનું લોકાર્પણ ફરી એક વખત વિલંબમાં મૂકાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત રદ્દ થતાં આ લોકાર્પણ ફરી લંબાઈ ગયું છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં કોસ્ટલ રોડ મુંબઈગરા માટે ખુલ્લો મૂકવામાં આવશે, એવી માહિતી પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે આપી હતી.
ફેબ્રુઆરી મહિનાના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાતે આવવાના હતા અને એ સમયે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવશે, એવી માહિતી મળી રહી હતી. ટૂંક સમયમાં જ કોસ્ટલ રોડની વરલીથી મરીન ડ્રાઈવની એક લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મૂકરાવામાં આવશે.