મનોરંજન

33 વર્ષે ઘોડી ચઢશે બી-ટાઉનનો આ Handsome Hero? Post કરીને આપી માહિતી…

હેડિંગ વાંચીને તમારા મગજના ઘોડા પણ એકદમ ફાસ્ટસ્પીડમાં દોડવા લાગ્યા ને? એવું થઈ રહ્યું હશે કે કોણ છે કોણ છે એ અભિનેતા કે જે ઘોડી ચડવા થનગની રહ્યો છે તો ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વગર તમને એ એક્ટરનું નામ જણાવી જ દઈએ.

અહીં અમે વાત કરી રહ્યા છીએ કાર્તિક આર્યનની. કાર્તિક આર્યનની ગણતરી બી-ટાઉનના મોસ્ટ ડેશિંગ અને પોપ્યુલર સ્ટારમાં કરવામાં આવે છે. કાર્તિકની એક ઝલક મેળવવા માટે ફેન્સ એકદમ આતુર હોય છે. એક્ટરે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બાબતે હિન્ટ પણ આપી છે


અન્ય સેલેબ્સની જેમ કાર્તિક પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થતી હોય છે અને તેની પોસ્ટ ફેન્સને સ્પર્શી જતી હોય છે. હવે આ વીક-એન્ડ પર કાર્તિકે કંઈક એવું પોસ્ટ કર્યું છે કે ફેન્સની દિલની ધડકનો વધી ગઈ છે.



કાર્તિકે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક રંગના કુર્તા-પાયજામામાં એક ફોટો પોસ્ટ કર્યો છે અને આ આઉટફિટમાં તે હંમેશની જેમ જ હેન્ડસમ લાગી રહ્યો છે. આ ફોટોના પોસ્ટમાં કાર્તિકે લખ્યું છે કે શાદી રેડી? કાર્તિકે લખેલી કેપ્શન વાંચીને ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે.

કાર્તિકના આ ફોટો નીચે એક ફેને લખ્યું છે કે અમે તો લગ્ન માટે રેડી જ છીએ… બીજાએ પૂછ્યું કે શું તું સાચે લગ્ન કરવા જઈ રહ્યો છે? કાર્તિકની ફીમેલ ફેન્સ આ પોસ્ટથી ખૂબ જ અપસેટ થઈ ગઈ છે અને તેમને એવું લાગી રહ્યું છે કે કાર્તિક તેમનું દિલ તોડીને લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે કાર્તિકે લખેલી કેપ્શનનો સારો અર્થ તો તે જ જણાવી શકે છે….

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button