માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતારી ગયા, અધિકારીએ કહ્યું, ‘જાનહાનિની શક્યતાઓને નકારી ન શકાય’
નવી દિલ્હી :રાજધાની દિલ્હી માટે કહેવાય છે કે ‘દિલવાલો કી દિલ્હી’ પરંતુ છેલ્લા ઘણા સમયથી દિલ્હી એક પછી એક મોટા મોટા અકસ્માતોને લઈને ચર્ચામાં છે. JLN સ્ટેડિયમમાં એક વિશાળ સામિયાણું પડી જવાથી આઠ જેટલા લોકોના ઘાયલ થયાના સમાચાર બહાર આવ્યા છે. સાથે સાથે એક એક કરતાં મલાગાડીના 8 ડબ્બા પણ પાટા પરથી ઉતારી જવાની ઘટના બહાર આવી છે (Delhi Goods Train Accident). આમ ફેક્ટરીમાં આગ લાગવી, પંડાલનું ધરાશાયી થવું અને તાજેતરની રેલની ઘટના; જાણે દિલ્હીને કોઇની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના સરાય રોહિલા સ્ટેશન પાસે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક માલગાડીના 7 થી 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડીમાં લોખંડની શીટના રોલ્સ લોડ કરવામાં આવ્યા હતા. ટ્રેનનું નામ BHPL CDG લોડ છે જે બોમ્બેથી ચંદીગઢ જઈ રહી હતી. અધિકારીઓનું કહેવું છે કે રેલવે ટ્રેકની આસપાસ ઘણા લોકો હતા, તેથી કોઈના દટાયા હોવાની શક્યતા નકારી શકાય નહીં. આપને જણાવી દઈએ કે આ ઘટનાપટેલ નગર-દયાબસ્તી સેક્શન પર ઝાખીરા ફ્લાયઓવર પાસે આ અકસ્માત થયો હતો. ડીસીપી રેલ્વે કેપીએસ મલ્હોત્રાનું કહેવું છે કે, ટ્રેક પર કોઈ જાનહાનિ થવાની શક્યતાને નકારી શકાય નહીં. બચાવ કામગીરી ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. રેલવેની ટીમ અને ફાયર બ્રિગેડ સ્થળ પર તૈનાત છે. અત્યાર સુધીની માહિતી મુજબ ફાયર વિભાગને આજે સવારે 11.42 વાગ્યે માહિતી મળી હતી કે ઝાખરા ફ્લાયઓવર પાસે એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે રેલ્વે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ‘ગુડ્સ ટ્રેનમાં લોખંડની શીટના રોલ્સ લોડ કરવામાં આવ્યા હતા. ટ્રેક પર કોઈ જાનહાનિ થવાની શક્યતા નકારી શકાતી નથી.