આ અભિનેત્રી ફરી આવી Ayodhyaમાં રામલલ્લાના દર્શને

પોતે ઘણા પડકારો ઝીલી બે સંતાનને ઉછેર્યા હોય અને સંતાનના લગ્ન તૂટે ત્યારે માતા-પિતા દુઃખી થતા હોય છે. બોલીવૂડ સેલિબ્રિટીમાં ભલે લગ્નો ચૂંટવાનું સામાન્ય હોય , પણ દીકરીનું ઘર ભાંગે તો માતા-પિતા દુઃખી થાય. હાલમાં આ દુઃખ દેઓલ પરિવાર ભોગવી રહ્યો છે. અભિનેત્રી-સાંસદ હેમા માલિની (Hema Malini) અને અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra)ની દીકરી ઈશા દેઓલે પતિ ભરત તખ્તાની સાથેના છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. ત્યારબાદ માતા-પિતા દુઃખી છે. આ સ્થિતિ વચ્ચે હેમા માલિની રામલલ્લા (Ramlallla) ના દર્શને ફરી આવતા નેટિઝન્સ બન્ને ઘટનાઓને જોડી રહ્યા છે.
હકીકતમાં હેમા માલિનીનાં રામલલ્લાના દર્શનના અને અહીં કરેલી પૂજાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારબાદ નેટિઝન્સ રિએક્ટ કરી રહ્યા છે કે દીકરીના લગ્નજીવનમાં થયેલા ભંગાણ બાદ મનની શાંતિ માટે અને ભગવાનને પ્રાથર્ના કરવા માટે મા ભગવાનના દર્શને આવી છે.
અગાઉ અહેવાલો હતા કે ધર્મેન્દ્રએ પુત્રી ઈશાને એકવાર વિચાર કરવા કહ્યું છે. માતા-પિતા અલગ થાય ત્યારે સંતાનો પર અસર પડતી હોય છે, ત્યારે સંતાનના ભવિષ્યને ધ્યાનમાં લઈ ઈશા અને ભરત ફરી વખત વિચારે તેવી ઈચ્છા ધર્મેન્દ્રએ વ્યક્ત કરી હતી.
હેમા માલિનીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમારોહમાં પણ નૃત્ય કર્યું હતું અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હેમામાલિની મથૂરાના સાંસદ છે. હવે ફરી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ડ્રીમગર્લ તરીકે જાણીતી આ સ્ટારને ટિકિટ મળશે કે કેમ તે જોવાનું રહેશે.