આપણું ગુજરાત

Police officers booked: કચ્છના આઠ વર્ષ જુના ખંડણી કેસમાં 2 IPS સહિત 19 સામે ગુનો નોંધાયો

ગાંધીનગર: કચ્છમાં સ્ટીલ પ્લાન્ટ ધરાવતી એક કંપનીના તત્કાલીન ટ્રાન્સપોર્ટ મેનેજર પરમાનંદ શિરવાણીએ આઠ વર્ષ પહેલા એવો આક્ષેપ કર્યો હતો કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને અન્ય 12 કર્મચારીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને તેમના પરિવાર પાસેથી રૂ. 85 લાખ અને અન્ય સંપત્તિની ઉઘરાણી કરી હતી. હવે આઠ વર્ષ બાદ ગુજરાત CID એ ગુરુવારે MD અને 12 લોકો સામે અપહરણ અને ખંડણીના આરોપમાં ગુનો નોંધ્યો હતો.

આ સાથે CIDએ બે IPS અધિકારીઓ સહિત છ અન્ય પોલીસ અધિકારીઓ સામે પણ ગુનો નોંધ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને કંપનીના એક્ઝિક્યુટિવ્સ સામે એફઆઈઆર ન નોંધવા માટે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


ભુજના બોર્ડર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં એમડી, કંપનીના ડિરેક્ટરના દીકરા અને અન્ય 11 લોકોના નામ છે. છ પોલીસ અધિકારીઓમાં બે IPS અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક રેન્કના ત્રણ અધિકારીઓ અને એક સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. HCના આદેશો છતાં FIR દાખલ ન કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.


જે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તેમાં પોલીસ અધિક્ષક ભાવના પટેલ, જી.વી. બરોડ, નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. દેસાઈ, ડી.એસ. વાઘેલા અને વી.જે. ગઢવી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.કે. ચૌહાણ નો સમાવેશ થાય છે. આ સાથે ઇલેક્ટ્રોથર્મના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ભંડારી, અનુરાગ ભંડારી, મેનેજર સંજય જોશી અને અન્ય સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.


તેની ફરિયાદમાં, પરમાનંદ શિરવાણીએ જણાવ્યું હતું કે MDના કહેવાથી કચ્છના સામખિયાળી પાસેથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર, 2015ના રોજ અમદાવાદમાં MDના બંગલામાં લઈ જવામાં આવ્યા હતાં. ત્યાં આરોપીઓએ પૈસા અને સંપત્તિની માંગણી કરીને તેમને પર માર માર્યો હતો.


દાખલ થયેલી એફઆઈઆર મુજબ, જ્યારે આરોપીઓએ શિરવાણી અને તેના પરિવારના સભ્યોને 85 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું, આરોપીઓએ શિરવાણીની એક કાર અને ત્રણ ટ્રકની માલિકી પણ અન્ય કોઈને ટ્રાન્સફર કરી દીધી. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે એમડી શિરવાણીના પરિવારના નામે રૂ. 400 કરોડની લોન લેવા માંગતા હતા પરંતુ તેમણે ના પાડી દીધી હતી.


એક અખબારી અહેવાલ મુજબ 5 ડિસેમ્બર, 2015 ના રોજ, કંપનીના HR મેનેજર અને સુરક્ષા પ્રભારીએ કથિત રીતે બે સુરક્ષા ગાર્ડને શિરવાણીની હત્યા કરવા અને તેના મૃતદેહને સામખિયાળીમાં ભઠ્ઠીમાં ફેંકી દેવા કહ્યું હતું પરંતુ ગાર્ડોએ ના પાડી હતી અને તેમને બંગલામાંથી ભાગી જવામાં મદદ કરી હતી.


6 ડિસેમ્બર, 2015ના રોજ જ્યારે શિરવાણી ગાંધીધામના પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ઈન્ચાર્જ સબ ઈન્સ્પેક્ટરે તેને બે દિવસ પછી આવવા કહ્યું. ત્યારબાદ શિરવાણીએ કચ્છ (પૂર્વ) પોલીસના તત્કાલિન નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો હતો પરંતુ કોઈ FIR નોંધાઈ ન હતી.


આખરે, શિરવાણીએ હાઈ કોર્ટમાં પહોંચ્યા, કોર્ટે મે 2019 માં FIR દાખલ કરવાનો આદેશ આપ્યો. જો કે, ત્યાર બાદ પણ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. હાઈકોર્ટે ઓક્ટોબર 2019માં ફરી એક અન્ય આદેશ પસાર કર્યો, જેમાં FIR દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો, પરંતુ આરોપીઓએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને સ્ટે મેળવ્યો. આ વર્ષે જાન્યુઆરીમાં, SCએ સ્ટે રદ કર્યો અને FIR નોંધવાનો આદેશ આપ્યો.


અખબારી અહેવાલ મુજબ ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેની યોગ્ય તપાસ કરવામાં આવશે. જ્યાં સુધી હું જાણું છું, પ્રથમ દૃષ્ટિએ, બે ખાનગી પક્ષો વચ્ચે વિવાદ હતો, અને તેમાં કોઈ વરિષ્ઠ પોલીસ અધિકારીની કોઈ ગંભીર સંડોવણી નથી. તપાસ બાદ જ હકીકત ખબર પડશે.”
બીજી તરફ કંપનીએ પણ શિરવાની સામે એફઆઈઆર પણ નોંધાવી હતી, તેના પર શેલ કંપનીઓ બનાવીને ઉચાપત કરવાનો આરોપ મૂક્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત