સ્પેશિયલ ફિચર્સ

શું તમે જાણો છો! શરીરના આ ભાગોમાં સોનું પહેરવાથી મળે છે સૌભાગ્ય

મોટાભાગના લોકો સોનાના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને મહિલાઓ આમાં આવે છે. કેટલાક લોકો લક્ઝરી લાઈફ બતાવવા માટે સોનું પહેરે છે, તો કેટલાક લોકોને સોનાના ઘરેણાં પહેરવાનો શઓખ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે સોનું ફક્ત તમારી લક્ઝરી લાઈફને જ બતાવતું નથી. તેનાથી અશુભ ગ્રહોની અસર પણ ઓછી થાય છે અને ભાગ્ય જાગૃત થાય છે. શરીરના અલગ-અલગ ભાગોમાં સોનું પહેરવાથી અલગ-અલગ પરિણામ મળે છે, જે વ્યક્તિના જીવનને સુખ અને સૌભાગ્યથી ભરી દે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાથ, કાન, નાક, આંગળી અને કાંડા પર સોનાની વસ્તુઓ પહેરવાથી અલગ-અલગ અસરો થાય છે. વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને તેનાથી વેપારમાં વૃદ્ધિની સાથે-સાથે પ્રગતિ પણ થઈ શકે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનને ધનથી ભરી દે છે. તો ચાલો જાણીએ સોનું પહેરસ્ત્રીઓ કે પુરૂષ જેઓ કાનમાં સોનાની બુટ્ટી પહેરે છે. તેમનું સન્માન વધે છે. કામમાં અડચણો અને સમસ્યાઓ દૂર થાય છે. વ્યક્તિને વેપારમાં પ્રગતિ વાના ફાયદા…
શાસ્ત્રો અનુસાર ગળામાં સોનાની ચેન પહેરવાથી વ્યક્તિનું સૌભાગ્ય આવે છે. દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહે છે. પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ અને પ્રેમ વધે છે. ગળામાં સોનાની ચેઈન પહેરવાથી કુબેર દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


શાસ્ત્રો અનુસાર નાકમાં સોનું પહેરવું ખૂબ જ શુભ હોય છે. મહિલાઓએ આ પહેરવું જ જોઈએ. તેનાથી વ્યક્તિના દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે. તેમજ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વ્યક્તિના જીવનમાં માન-સન્માન વધે છે.


કાનમાં સોનું પહેરવાથી વ્યક્તિનો કેતુ બળવાન બને છે. સ્ત્રીઓ કે પુરૂષ જેઓ કાનમાં સોનાની બુટ્ટી પહેરે છે. તેમનું સન્માન વધે છે. કામમાં અડચણો અને સમસ્યાઓ દૂર થાય છે. વ્યક્તિને વેપારમાં પ્રગતિ અને નોકરીમાં લાભ થાય છે. વ્યક્તિ ઓછા સમયમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે.


કાંડા પર સોનાનું કડું પહેરવું ખૂબ જ શુભ હોય છે. આ કારણે વ્યક્તિને ક્યારેય પૈસાની કમી નથી થતી. વ્યક્તિને ધન અને સમૃદ્ધિ મળે છે. સમાજમાં માન-સન્માન વધે. જો કે, તેને પહેરતા પહેલા ચોક્કસપણે જાણી લો કે તમારી કુંડળીમાં સોનું પહેરવાનું કેવું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button