સ્પોર્ટસ

IND vs ENG 3rd Test: ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 319 રન પર સમાપ્ત, જાણો આજના દિવસે શું થયું

રાજકોટ: સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ 319 રનમાં સમેટાઈ ગઈ. ભારતે પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. આમ ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 126 રનની લીડ સાથે બેટિંગ કરવા ઉતરી હતી. ઈંગ્લેન્ડની ટીમ આજે 112 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડે આઠ વિકેટ ગુમાવી હતી.

ઈંગ્લેન્ડ તરફથી ઓપનર બેન ડકેટે સૌથી વધુ 153 રન બનાવ્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સે 41 રન અને ઓલી પોપે 39 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઈ બેટ્સમેને નોંધપાત્ર યોગદાન આપ્યું નથી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને બે-બે સફળતા મળી હતી.


આજની રમત શરૂ થતાં જ ઇંગ્લેન્ડે સતત બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે શનિવારે વિકેટનું ખાતું ખોલાવ્યું અને તેણે જો રૂટને પેવેલિયન મોકલ્યો. આ પછી બીજી જ ઓવરમાં કુલદીપ યાદવે જોની બેયરસ્ટોને LBW આઉટ કર્યો હતો.


આ દરમિયાન બેન ડકેટે તેના 150 રન પૂરા કર્યા. જો કે આ પછી તે લાંબો સમય ટકી શક્યો નહીં. કુલદીપના બોલ પર ડકેટ શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો. તેણે 151 બોલમાં 23 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 153 રન બનાવ્યા. બેન સ્ટોક્સ અને બેન ફોક્સ શનિવારે લંચ સુધી અણનમ રહ્યા હતા. લંચમાંથી પાછા ફરતાની સાથે જ ઇંગ્લિશ ટીમને સતત બે બોલમાં બે ઝટકા લાગ્યા. ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 65મી ઓવરના છેલ્લા બોલ પર રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને જસપ્રિત બુમરાહના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, તેણે 41 રન બનાવ્યા.


આગામી ઓવરના પ્રથમ બોલ પર એટલે કે 66મી ઓવરમાં મોહમ્મદ સિરાજે બેન ફોક્સને રોહિતના હાથે કેચ આઉટ કરાવ્યો. ફોક્સ 13 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડને 314ના સ્કોર પર વધુ બે ઝટકા લાગ્યા હતા.
સિરાજે રેહાન અહેમદને ક્લીન બોલ્ડ કર્યો, તે છ રન બનાવી શક્યો. બીજી જ ઓવરમાં જાડેજાએ ટોમ હાર્ટલીને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે સ્ટમ્પ કરાવ્યો. આ પછી સિરાજે જેમ્સ એન્ડરસન (1)ને ક્લીન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને 314 રનમાં ખતમ દીધી હતી. ભારત તરફથી સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ અને જાડેજાને બે-બે વિકેટ મળી હતી. બુમરાહ-અશ્વિને એક-એક વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button