શેર બજાર

શૅરબજારમાં સતત ચોથા દિવસે આગેકૂચ જારી: નિફટીએ ૨૨,૦૦૦નું સ્તર ફરી હાંસલ કર્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારોના મજબૂત વલણ સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં નિફટીએ ૨૨,૦૦૦નું સ્તર ફરી પાર કકરવામાં સફળતા મેળવી હતી. સપ્તાહના છેલ્લા દિવસે ઓટો, આઇટી શેરોની આગેવાનીએ શેરબજારે સતત ચોથા દિવસે આગેકૂચ જારી રાખી હતી. ઇન્ડેક્સની મુખ્ય કંપનીઓ લાર્સન એન્ડ ટૂબ્રો, ઇન્ફોસિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.

સત્રની શરૂઆત ઊંચા મથાળે થઇ હતી બેન્ચમાર્ક ૩૫૫ પોઇન્ટ ઊંચી સપાટીએ ખૂલ્યો હતો. બીએસઇનો ત્રીસ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૭૬.૨૬ પોઈન્ટ અથવા ૦.૫૨ ટકા વધીને ૭૨,૪૨૬.૬૪ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. ઈન્ટ્રાડે ટ્રેડ દરમિયાન ઈન્ડેક્સ ૭૨,૫૪૫.૩૩ પોઇન્ટની ઊંચી સપાટી અને ૭૨,૨૧૮.૧૦ પોઇન્ટની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બજારમાં વનવે તેજી જોવા મળી હતી. વ્યાપક બેઝ ધરાવતો એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી પણ ૧૨૯.૯૫ પોઈન્ટ અથવા ૦.૫૯ ટકા વધીને ૨૨,૦૪૦.૭૦ પોઈન્ટની સપાટી પર બંધ થયો હતો.

સેન્સેક્સ શેરોમાં સૌથી વધુ ૪.૭૯ ટકાના વધારા સાથે વિપ્રો ટોપ ગેઇનર બન્યો હતો, ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ, મારૂતિ, ઇન્ફોસિસ, નેસ્લે ઇન્ડિયા અને ઇન્ડસઇન્ડ બેન્કનો ટોચ ગેઇનર શેરોમાં સમાવેશ થાય છે. પાવરગ્રીડ કોર્પોરેશન, એસબીઆઈ, રિલાયન્સ, એનટીપીસી અને એક્સિસ બેંકના શેર ટોપ લુઝર્સ શેરોની યાદીમાં સામેલ હતા.

જ્યુનિપર હોટેલ્સ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ૨૧ ફેબ્રુઆરીએ ખુલશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૪૨થી રૂ. ૩૬૦ પ્રતિ ઇક્વિટી શેર નક્કી થઇ છે. આ ભરણું ૨૩ ફેબ્રુઆરીએ બંધ થશે. લઘઉત્તમ બિડ લોટ ૪૦ ઇક્વિટી શેર્સ છે અને ત્યારબાદ ૪૦ ઇક્વિટી શેરના ગુણાંકમાં છે. ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં ૩૪.૨ ગણી છે અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં ૩૬.૦ ગણી છે. જર્મન ઓટોમોટિવ અગ્રણી ફોક્સવેગન ગ્રૂપ સાથે ઇલેક્ટ્રિક મોબિલિટી સહયોગ માટે તેમના સંયુક્ત વિઝન હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના ઘટકો માટે સપ્લાય કરારની જાહેરાત બાદ મહિન્દ્રાના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

કોર્પોરેટ પરિણામમાં ધ્રુવ ક્ધસલ્ટન્સી સર્વિસીસ લિમિટેડે ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૨.૦૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૨.૮૫ કરોડની કુલ આવક, ૯૪.૩૩ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૪.૯૭ કરોડનું એબિટા, ૨૧.૭૩ ટકાનું એબિટા માર્જિન, ૪૮.૪૬ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨.૭૧ કરોડનો ચોખ્ખો નફો અને ૧૧.૮૬ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે. જ્યારે ફેન્ટમ ડિજિટલ ઈફેક્ટ્સ લિમિટેડે ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૯૯.૦૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૨૬.૧૭ કરોડની કુલ આવક, ૧૦૨.૬૩ ટકાના વધારા સાથે રૂ. ૧૨.૦૬ કરોડનો એબિટા, ૪૬.૦૬ ટકાનું એબિટા માર્જિન અને ૯૫.૧૧ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭.૮૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એ જ રીતે, ફોકસ લાઇટિંગ એન્ડ ફિક્સર લિમિટેડે ૨૦૨૪ના નવ ત્રિમાસિક સમયગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૩૧.૭૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૬૯.૭૩ કરોડની કુલ આવક, ૪૪.૩૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ રૂ. ૩૮.૮૧ કરોડનો એબિટા, ૨૨.૮૬ ટકાનું એબિટા માર્જિન અને ૫૬.૪૨ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૮.૪૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

લોજિસ્ટિક ક્ષેત્રની એવીજી લોજિસ્ટિક્સ લિમિટેડે ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં ૧૬.૮૭ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧૨૫.૨૮ કરોડની કુલ આવક, ૧૮.૮૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૨૩.૧૪ કરોડનું એબિટા ૧૮.૪૭ ટકાનું એબિટા માર્જિન, ૨૫૫.૫૬ ટકાના વધારા સાથે રૂ. ૪.૮૦ કરોડનો ચોખ્ખો નફો અને ૩.૮૩ ટકાનું નેટ પ્રોફિટ માર્જિન નોંધાવ્યું છે. એ જ રીતે, ઓટોમોટિવ લેમ્પ્સની અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર ઉર્વી ટી એન્ડ વેજ લેમ્પ્સ લિમિટેડે ૨૦૨૪ના નવમાસિક અનઓડિટેડ નાણાકીય પરિણામમાં ૧૫.૮૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૩૧.૩૫ કરોડની કુલ આવક અને ૩૩.૭૧ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૧.૫૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એબિટા ૬.૨૯ ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. ૫.૧૮ કરોડ છે. એશિયામાં જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નોંધપાત્ર ઉછાળા સાથે સ્થિર થયા હતા. ચંદ્ર નવા વર્ષની રજાઓ માટે ચીનના નાણાકીય બજારો બંધ છે. ગુરૂવારે ઓવરનાઈટ ટ્રેડમાં અમેરિકી બજાર ઊંચા મથાળે બંધ થયું હતું. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૩ ટકા ઘટીને ૮૨.૧૭ ડોલર પ્રતિ બેરલ થયું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત