આમચી મુંબઈ

ઝૂંપડપટ્ટીની સફાઈ માટે સુધરાઈ ખર્ચશે ૧,૫૦૦ કરોડ રૂપિયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી કચરો જમા કરવો, સાર્વજનિક શૌચાલયો અને ગટરો સાફ કરવા જેવા તમામ કામ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા કૉન્ટ્રેક્ટર નીમવાની છે. આગામી ચાર વર્ષ માટે ઝૂંપડપટ્ટીની સફાઈ માટે ૧,૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ પાલિકા કરવાનીની છે. હાલ ડોર-ટુ-ડોર કચરો જમાવા કરવાનું કામ બિનસામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિર્દેશના પગલે પાલિકાએ શહેરમાં ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છતા લાવવા માટે ‘ડીપ ક્લિનીંગ ડ્રાઈવ’ હાથ ધરી છે. શહેરની લગભગ ૫૦ ટકા વસતી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. જોકે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નિમવામાં આવેલી બિનસામાજિક સંસ્થાઓ ઝૂંપડપટ્ટીને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાઈ આવ્યું છે. તેથી પાલિકાએ ઝૂંપડપટ્ટી વિસ્તારની સફાઈના કામ માટે એક કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કામમાં બેદરકારી દાખવવાના પ્રકરણમાં સંબંધિત કૉન્ટ્રેક્ટરની જવાબદારી રહેશે. કચરો જમા કરવાનું, ગલીઓ અને રસ્તાઓની સફાઈ તેમ જ જાહેર શૌચલાયો સાફ કરવા માટે એક માત્ર કૉન્ટ્રેક્ટર જવાબદાર રહેશે. ઝૂંપડપટ્ટીમાં ડોર-ટુ-ડોર કચરો જમા થઈ શકે તે પ્રમાણે તેણે માણસો નીમવા પડશે. દર વર્ષે ચોમાસામાં કચરો અને અન્ય વસ્તુઓને કારણે ચોક-અપ થઈ જતા હોય છે, તેથી ડ્રેનેજ સિસ્ટમ બરોબર સાફ કરવાની રહેશે. બહુ જલદી ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે.

નોંધનીય છે કે રાષ્ટ્રીય સર્વેક્ષણમાં મુંબઈનો નંબર ૩૧માંથી નીચે ઊતરીને ૩૭માં ક્રમે આવી ગયો છે. તેથી મુખ્ય પ્રધાને પાલિકા પ્રશાસનને રેન્કિંગમાં સુધારો લાવવા માટે ચેતવણી આપી હતી અને શહેરમાં સ્વચ્છતા અભિયાન પર ભાર આપવા માટેનો નિર્દેશ આપ્યો હતો. તેથી પાલિકાનું ધ્યાન ઝૂંપડપટ્ટી વિસ્તારની સફાઈ પર વધુ રહેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત