સ્પોર્ટસ

IND vs ENG 3rd Test: Ben Duckett એ સદી ફટકારી રેકોર્ડની હારમાળા સર્જી, જાણો ક્યા-ક્યા અને કેટલા બનાવ્યા રેકોર્ડ…

રાજકોટ: ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે (Ben Duckett) શુક્રવારે ભારત સામેની રાજકોટ ટેસ્ટના બીજા દિવસે (IND vs ENG 3rd Test) તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી અને રેકોર્ડના ઢગલા કરી દીધા હતા. ડાબોડી બેટ્સમેને માત્ર 88 બોલમાં 19 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સદી ફટકારી હતી. બેન ડકેટ ભારત સામે સૌથી ઝડપી ટેસ્ટ સદી ફટકારનાર ઈંગ્લિશ બેટ્સમેન બની ગયો છે (Ben Duckett Records).

બેન ડકેટે 1990માં ગ્રેહામ ગૂચનો રેકોર્ડ તોડ્યો હતો. ગૂચે લોર્ડ્સમાં ભારત સામે 95 બોલમાં સદી ફટકારી હતી. આ ઉપરાંત બેન ડકેટે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ડકેટે આ મામલે ભારતના પૃથ્વી શૉનો રેકોર્ડ તોડ્યો હતો. પૃથ્વી શૉએ 2018માં રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 99 બોલમાં સદી ફટકારી હતી.

બેન ડકેટ ભારતમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ત્રીજા વિદેશી બેટ્સમેન બની ગયો છે. ડકેટે આ મામલે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન રોસ ટેલરને પાછળ છોડી દીધા છે. ટેલરે 2012માં 99 બોલમાં સદી ફટકારી હતી. જો કે, ભારતમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વિદેશી ક્રિકેટરનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટના નામે છે.

ગિલક્રિસ્ટે 2001માં માત્ર 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ક્લાઈવ લોઈડ બીજા સ્થાને છે. 1974માં ક્લાઈવ લોયડે માત્ર 85 બોલમાં સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડનો બેન ડકેટ 88 બોલમાં સદી ફટકારીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

મેચની વાત કરીએ તો ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 445 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. આ પછી ઈંગ્લેન્ડે જોરદાર વળતો પ્રહાર કર્યો અને બેન ડકેટની સદીની મદદથી 200 રનનો આંકડો પાર કર્યો. ડકેટે જેક ક્રોલી સાથે પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. આ પછી તેણે બીજી વિકેટ માટે ઓલી પોપ (39) સાથે 93 રનની ભાગીદારી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button