સ્પોર્ટસ

રણજી ટ્રોફી: સૌરાષ્ટ્રની પહેલા જ દિવસે મણિપુર સામે 11 રનની સરસાઈ

રાજકોટ: અહીં સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર સામેના રણજી ટ્રોફી મુકાબલામાં શુક્રવારે પ્રથમ દિવસે મણિપુરની ટીમ 142 રને ઑલઆઉટ થયા પછી સૌરાષ્ટ્રએ ત્રણ વિકેટે 153 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમ મણિપુરથી 11 રન આગળ થઈ ગઈ હતી. કૅપ્ટન અર્પિત વસાવડા 63 રને રમી રહ્યો હતો. વિકેટકીપર હાર્વિક દેસાઈએ 48 રન બનાવ્યા હતા.
ચેતેશ્ર્વર પૂજારાની બૅટિંગ નહોતી આવી. જોકે શનિવારે તેના પર સૌની નજર રહેશે.

મણિપુરને 142 રનમાં આઉટ કરાવવામાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (ચાર વિકેટ) અને ચેતન સાકરિયા (ત્રણ વિકેટ)ના સૌથી મોટા યોગદાનો હતા. મણિપુરના સુકાની લૅન્ગલૉન્યામ્બેના 67 રન ટીમમાં હાઇએસ્ટ હતા.

રાજકોટમાં જ નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લૅન્ડની ત્રીજી ટેસ્ટ ચાલી રહી છે.

મુંબઈમાં મુંબઈએ આસામને શાર્દુલ ઠાકુરના છ વિકેટના તરખાટની મદદથી 84 રનમાં આઉટ કર્યા પછી છ વિકેટે 217 રન બનાવ્યા હતા. શિવમ દુબે પાંચ સિક્સર, દસ ફોરની મદદથી બનેલા 101 રને રમી રહ્યો હતો.

પોર્વોરિમમાં ગુજરાત સામે ગોવાએ નવ વિકેટે 309 રન બનાવ્યા હતા, જ્યારે દેહરાદૂનમાં બરોડા સામે ઉત્તરાખંડે પાંચ વિકેટે 295 રન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button