મરણ નોંધ

હિન્દુ મરણ

પેથાપુર નિવાસી હાલ મુલુંડ, સુરેશભાઈ માણેકલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. રમીલાબેન શાહ (ઉં.વ. ૮૧), હીતેશભાઈ તથા ધર્મેશભાઈના માતુશ્રી. પૂર્વીબેનના સાસુ. ભાવિકના દાદી, શુક્રવાર, તા. ૧૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સુરજી દેવકરણ આડઠક્કરના ધર્મપત્ની ગં. સ્વ.દેવબાળા આડઠક્કર ગામ ભદ્રેશ્ર્વર (ઉં. વ. ૮૪) તે સ્વ. ડાહીબેન પ્રધાન તન્નાની મોટી પુત્રી. તે સ્વ. જનક, સ્વ. સ્વામી સચ્ચિદાનંદપુરી (સુધીર), સ્વ. પ્રતિમા બકુલ ચોથાણી, અ. સૌ. જાગૃતિ હસમુખ આઈયા તથા તરૂણના માતુશ્રી. અ. સૌ. આશાબેનના સાસુ. ચિ. યતીન, કાર્તિક, કૃણાલ અને શુભમના નાની. ચિ. જનક અને હનીના દાદી હાલ મુલુંડ ૧૫-૨-૨૪ના પરમધામગમન સિધાવ્યા છે. ત્વચાદાન તેમજ દેહદાન કરેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ બેટ દ્વારકા, હાલ મુંબઈ સ્વ. નિર્મળાબેન ધરમશી તન્નાના સુપુત્ર જીતેન્દ્ર તન્ના (ઉં. વ. ૭૪) ૧૩-૨-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે નીશાબેનના પતિ. તે યશવંતીબેન, ભારતીબેન, નયનાબેન, હીનાબેન, નારણભાઈ તથા પ્રકાશભાઈના ભાઈ. નિકુંજ તથા અર્પિતાના પિતા. અ. સૌ. શ્રુતિ તથા પ્રદીપકુમાર દુબુલાના સસરા. સ્વ. લીલાધર પરસોતમ મોનાણીના જમાઈ. અરવિંદભાઈના બનેવી. પ્રાર્થનાસભા ૧૭-૨-૨૪ શનિવાર, સમય ૫ થી ૬.૩૦ સ્થળ: વનિતા વિશ્રામ, ૩૯૨, એસ. વી. પી. રોડ, પ્રાર્થનાસમાજ, એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલની બાજુમાં ગેટ નં. ૬, મુંબઈ-૪.
કપોળ
લાઠીવાળા (હાલ દહાણુ) ગં.સ્વ. નિર્મળાબેન ત્રંબકલાલ સંઘવી (ઉં.વ. ૯૪) તે ઉપેન્દ્રભાઈ-હેમલતાબેન, પંકજભાઈ-તૃપ્તિબેન, જીતેનભાઈ-દીપાલીબેન, ચંદ્રીકાબેન ભગવાનદાસ મહેતા, તરુણાબેન કેતનભાઈ દોશીના માતુશ્રી. સ્વ. કૃણાલ, ધવલ, જયના, કેયુર, મોના રવિકુમાર ખાંટના દાદી. પિયર પક્ષે સ્વ. ત્રિવેણીબેન વિઠ્ઠલદાસ પારેખના દીકરી. સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. પ્રવીણચંદ્ર, મિનાક્ષીબેન હસમુખરાય મહેતાના મોટાબેન. પંકતી, નીવાના મોટાદાદી. ગુરુવાર, તા. ૧૫-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. એમની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૮-૨-૨૪ના ૪થી ૬. સ્થળ: લોહાણા મહાજનવાડી, પારનામ, દહાણુ રોડ (વે).
હાલાઈ લોહાણા
પુના નિવાસી સૌ. અંકિતા (ઉં.વ. ૩૧) યશ ઠક્કરના ધર્મપત્ની. તે આશાબેન જયંતભાઈ ઠક્કરના પુત્રવધૂ. તે હિરલબેન અમિત બથિયાના ભાભી. તે ઉષાબેન ગીરીશભાઈ મણિયારના પુત્રી. તે ચિરાગ ગીરીશભાઈ મણિયાર તથા ઝરણાબેન મનીષભાઈ પંચમતીયાના બેન તા. ૯-૨-૨૪ના જર્મની મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૭-૨-૨૪ના ૧૦થી ૧૧(શનિવારે) રાખેલ છે. સ્થળ: લોહાણા મહાજનવાડી, સેક્ટર-૧૦, સિદ્ધિવિનાયક સોસાયટી, ડી-માર્ટના બાજુમાં, કોપરખૈરણે, નવીમુંબઈ-૪૦૦૭૦૯.
કચ્છી પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ
ગામ ફરાદી હાલ (બોરીવલી) સોની અરવિંદભાઈ ધકાણ (ગાઠીયાવાળા) (ઉં.વ. ૭૦) તે ગુરુવાર, તા. ૧૫/૨/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સોની હિરબાઈ લક્ષ્મીદાસ ધકાણના પુત્ર. તે સ્વ. સોની કાન્તાબેન નારાયણજી શુરુના જમાઈ. તે સ્વ. અનીલાબેન સોનીના પતિશ્રી. તે મીનલ, પાયલ, દેવલના પિતાશ્રી. તે દિપેશ કુમાર, જશ્મીન કુમાર, નિમિષા બહેનના સસરા. લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતી મોઢ વણિક
હંસાબેન અરવિંદ મોટાશા (ઉં.વ. ૭૯), તે સ્વ. શકુંતલાબેન વૃંદાવન પારેખના દિકરી. સ્વ. ચંદ્રકાંતા વાડીલાલ મોટાશાના પુત્રવધૂ. કૌમુદી અનિશ મહેતા અને અનુરાધા જયેશ ઝવેરીના માતા. પ્રાર્શ્ર્વ, ધ્રુવ, શનૈના નાની તા. ૧૬ ફેબ્રુઆરીનાં શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૮ ફેબ્રુઆરીના મુંબઈ પાટીદાર સમાજ, એ.આર. રાંગણેકાર રોડ, ધરમ પેલેસની બાજુમાં, ગામદેવી, મુંબઈ ખાતે ૧૧ થી ૧૨.૩૦.
દશા ઝારોળા વૈષ્ણવ વણિક
કડોદ નિવાસી, હાલ બોરીવલી, સ્વ. ભગવાનદાસ મોતીલાલ ગાંધીના સુપુત્ર ભુપેન્દ્રભાઈ (ભીખુભાઇ ગાંધી) (ઉં.વ. ૮૭), તા. ૧૫-૨-૨૪ ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. ભદ્રાબેનના પતિ. તે સુકેતુ -(મીતા) અને સ્વ. શ્રીયેન-(રાજુલ)ના પિતા. તે ભરતભાઈ, સ્વ. મંજુલા, સ્વ. ઇન્દુબેન દેવયાનીબેનના ભાઈ. તે સ્વ. છોટાલાલ કેશવલાલ ઘડિયાલીના જમાઈ. તે ઈશાબેન, માલવી, વિરાના દાદા. પ્રાર્થના સભા રવિવાર, તા. ૧૮-૨-૨૪ના ૧૦.૦૦ થી ૧૨.૦૦. શ્રી. દશાશ્રીમાળી ઉપાશ્રય, એલ.ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (વેસ્ટ).
બાલાસિનોર દશાનીમા વણિક
અશીત પ્રવીણચંદ્ર લલ્લુભાઈ પરીખ (રોકડિયા) (ઉં.વ. ૬૩), તે સ્વ. ચંદ્રપ્રભાબેનના પુત્ર. પ્રીતીબેનના પતિ. સ્વ. જીનીશ તથા નીરીક્ષાના પિતાશ્રી. પ્રિયંકા તથા પાર્શ્રવના સસરા. પ્રેમીલાબેન શશીકાંત મોહનલાલ શાહ (વસનજી)ના જમાઈ. બિન્દુ, નૂતન તથા સચીનના ભાઈ, તા. ૧૧-૨-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૨-૨૪ રવિવારના ૫.૦૦ થી ૭.૦૦. પાટીદાર સમાજ, ફ્રેન્ચ બ્રિજ, મુંબઈ – ૭. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
ચિ. અક્ષત કોટક (ઉં.વ. ૧૮) મૂળ ગામ: કુવાડવા, હાલ: કાંદિવલી (પશ્ર્ચિમ) તે અ.સૌ. મીનાબેન રાજેશકુમાર કોટકના પુત્ર. તે અ.સૌ. કંચનબેન તનસુખલાલ પલાણના દોહિત્ર. તે સમીર તથા અ.સૌ. અવની પલાણના ભાણેજ. તે સ્વ. નલીનીબેન વસંતલાલ કોટકના પૌત્ર તા. ૧૫-૨-૨૪ને ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વિસનગર વિસાનાગર વણિક
વિલેપાર્લે સ્થિત અ.સૌ. ભારતી પરીખ (ઉં.વ. ૭૭) તે હરીશ પરીખના ધર્મપત્ની. તે વૈશાલીના માતુશ્રી. તે રિતુલ શાહના સાસુ. આરવ, માહિના નાની. તે સ્વ. કપિલાબેન અને સ્વ. રમણલાલ શાહના સુપુત્રી અને પૂર્ણિમાના બહેન તા. ૧૫-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુળગામ દ્વારકા હાલ થાણા નિવાસી અરુણકુમાર ઠક્કર (દાવડા) (ઉં.વ. ૮૨) તે સ્વ. દમયંતીબેન તેમજ સ્વ. લક્ષ્મીદાસ રતનશી દાવડાનાં પુત્ર. તે રમાબેનનાં પતિ. તે પ્રશાંતભાઈ અને યતીનભાઈના પિતાશ્રી. તે ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ, સ્વ. કલીબેન અને ચારુલતાબેનનાં ભાઈ. તે સ્વ. મંજુલાબેન તથા સ્વ. નારણદાસ તુલસીદાસ ઠક્કરના જમાઈ. તે નિકીતા અને ગ્રીષ્માના સસરો તે શુક્રવાર, તા. ૧૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭-૨-૨૪નાં ૪.૩૦થી ૬.૦૦ રઘુવંશી હોલ, શ્રીથાણા હાલાઈ લોહાણા મહાજનવાડી, ખારકર આળી, થાણા (વે). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દમણ લાડ
સ્વ. બાલકૃષ્ણલાલ તથા સ્વ. જશવંતીબેનના પુત્ર કિશોર દમણિયા (ઉં. વ. ૭૫)નું અવસાન તા. ૧૬-૨-૨૪ના રોજ થયું છે. તે માલતીબેનના પતિ તથા અંજના નરેન્દ્ર કાપડિયા તથા સ્વ. કમલેશના ભાઈ. સ્વ. મથુરાદાસ હીરાલાલ ઝવેરીના જમાઈ તથા સ્વ. ભુપેન્દ્રકુમાર તથા સ્વ. કિર્તીકુમાર મથુરાદાસ ઝવેરીના બનેવી. અનિશ, કિરણ, કેતન, અજયના ફુઆ. રાજેન દમણિયાના કઝિન. એ/૫૦૪, સાઈ માનસરોવર, સત્યાનગર, ભગવતી હોટલની બાજુમાં, બોરીવલી (વે.), મુંબઈ. લૌકિક વ્યવહાર રાખવામાં આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button