Swara-Fahad Wedding Anniversary: લગ્નની પહેલી વર્ષગાંઠ પર સ્વરા ભાસ્કરે શેર કરી પોસ્ટ

મુંબઈ: બૉલીવૂડની જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદે આજે તેમના લગ્નની પહેલી એનિવર્સરીની ઉજવણી કરી હતી. 16 ફેબ્રુઆરી 2023માં કોર્ટ મેરેજ કરીને 32 વર્ષની સ્વરા અને ફહાદ અહમદે લગ્ન જીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે મિત્રો અને સંબંધીઓ માટે એક ટ્રેડિશનલ વેડિંગનું પણ આયોજન કર્યું હતું. સ્વરાએ તેની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીની ઉજવણી નિમિત્તે ઇનસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જે હવે જોરદાર વાઇરલ થઈ રહી છે.
સ્વરાએ લખ્યું હતું કે હોશિયાર લોકો કહે છે કે માત્ર મૂર્ખ લોકો ઉતાવળ કરે છે. ફહાદ અને મેં લગ્ન કરીને ઉતાવળ કરી, પણ અમે ત્રણ વર્ષ સુધી માત્ર મિત્રો જ હતા. અમારા વચ્ચેના અનેક મદભેદને લઈને બંનેમાંથી કોઈને અમારી વચ્ચેના પ્રેમને ખિલતા જોયું નથી. હિન્દુ-મુસ્લિમ અમે બંને જુદા ધર્મના છે. હું ફહાદથી ઉંમરમાં મોટી પણ છું અને અમને બંને અલગ અલગ દુનિયાથી આવ્યા છે. એક મોટા શહેરની છોકરી, આમિર અંગ્રેજી બોલવાવાળા પરિવારથી અને તે એક યુપીના નાના શહેરનો છોકરો જે માત્ર ઉર્દુ અને હિન્દી બોલતો હતો. હું ફિલ્મોની અભિનેત્રી અને તે એક રિસર્ચ સ્કૉલર એક્ટિવિસ્ટ નેતા છે,
પણ અમારી વચ્ચે ભણતર આ બાબત સમાન હતી. આ સમાનતાએ અમારી વચ્ચે ભાષા, સમાજ અને દેશના દરેક ક્ષેત્ર માટે એક સમાન દૃષ્ટિકોણ આપ્યો હતો. 2019માં સીએએ-એનઆરસી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન અમે નજીક આવ્યા હતા.
હું તેની સાથે સુરક્ષિત અનુભવું છું. તેણે મને દરેક વાતને ખુલ્લા મનથી વાત કરવાનું પણ કહ્યું છે. એક વખત ફહાદે મને કહ્યું હતું કે ભલે આપણે એક બીજાથી દૂર હોય પણ આપણે એકબીજા સાથે અનુકૂળ છે. ફહાદ મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું તેના સેટલ થવા સુધી 2-3 વર્ષની વાત જોત તો અમે બંને લગ્ન કરી શકતા હતા. જોકે મને તેના આત્મવિશ્વાસ અને ક્લિયરિટી પર પૂરો ભરોરો પણ હતો.
સ્વરાએ કહ્યું હતું કે હું હંમેશા વિચારતી હતી કે હું માનસિકતાથી આગળ નીકળી ગઈ છું એવું લોકો કહેશે, પણ પરિવાર, મિત્રો, અને મારા ટ્રોલર્સ કેવું રીએક્શન આપશે તેની મને ચિંતા હતી. ફહાદે મારી અંદરના દરને જાણી લેતા અમે આ બાબતે કામ કર્યું હતું. અમારા માતા-પિતાએ આ બાબતે પહેલા આનાકાની કરી હતી પણ થોડા સમય પછી તેમણે પણ હામી ભરી હતી. જ્યારે તે અમને બંનેને મળ્યા તે દરમિયાન તેમનો બધો ભય દૂર થઈ ગયો. આ સાથે સ્વરાએ તેની પ્રેગ્નેન્સીને લઈને પણ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો.