ઇન્ટરનેશનલ

પુતિનના અન્ય વિપક્ષી નેતા એલેક્સી નેવલનીનું જેલમાં મૃત્યુ,…

કહેવાય છે કે આ જેલમાં તેને જ મૂકવામાં આવે છે જે લોકોને…

રશિયાને લઈને એવી માન્યતા છે કે જે પણ સત્તામાં આવે છે તે આગામી ઘણા વર્ષો સુધી વિરોધીઓને દબાવી દેશે મતલબ કે તે દેશમાં કોઈ વિરોધી પક્ષ નથી હોતો. જો કોઈ વ્યક્તિ પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, તો તે ક્યાં તો ગાયબ થઈ જાય છે અથવા શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામે છે. પુતિનના કાર્યકાળ દરમિયાન વિરોધીઓ ગાયબ થઈ જવાના ઘણા મામલાઓ સામે આવી ચૂક્યા છે. હવે આ એલેક્સી નેવલનીના મામલે પણ કઈક આવું જ કહેવામા આવી રહ્યું છે (Alexei Navalny is dead). મીડિયા રિપોર્ટ્સ અનુસાર એલેક્સી નેવલનું મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. કહેવામાં આવે છે કે શુક્રવારે જ્યારે નવલની જેલમાં ફરતા હતા ત્યારે તેમની તબિયત સારી ન હતી.

નવલનીને રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના (President Vladimir Putin) કટ્ટર વિરોધી માનવામાં આવતા હતા. જેના કારણે તેને ઘણી વખત જેલની સજા ભોગવવી પડી હતી. 2011માં તેણે પુતિન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને તપાસની માંગ કરી હતી. જે બાદ તેને 15 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા. 2013માં તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. જેના કારણે તેને જેલની સજા પણ ભોગવવી પડી હતી. જોકે, દરેક વખતે તેણે પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.

આ પહેલા પણ તેના વિશે અફવાઓ ઉડતી રહી હતી, પરંતુ આ વખતે મામલો અલગ જ જોવા મળી રહ્યો છે. તેનું કારણ એ જેલ છે જ્યાં તે હતો. ગયા વર્ષે 25 ડિસેમ્બરે તેમના સમર્થકોએ જણાવ્યું હતું કે નવલનીનો સંપર્ક કર્યાને બે અઠવાડિયા થયા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેને પોલર વુલ્ફ પીનલ કોલોનીમાં મોકલવામાં આવ્યા હતા. યામાલો-નેનેટ્સ જિલ્લાની આ કુખ્યાત જેલ છે, જ્યાં રશિયાના સૌથી ખતરનાક ગુનેગારોને રાખવામાં આવે છે, અથવા જેમને સરકાર દુનિયાથી જ ગાયબ કરી દેવા માંગે છે.

ગયા વર્ષે નવલનીની સજા વધારીને 19 વર્ષ કરવામાં આવી હતી. જે બાદ તેણે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું અને લખ્યું, હું નહીં, તમે ડરી ગયા છો અને વિરોધ કરવાની ઇચ્છા ગુમાવી રહ્યા છો. વિરોધ કરવાની તમારી ઈચ્છા ન ગુમાવો. ખાસ શાસન વસાહતમાં 19 વર્ષ. આ આંકડાનો કોઈ અર્થ નથી. હું સંપૂર્ણ રીતે સમજું છું કે, ઘણા રાજકીય કેદીઓની જેમ મારી સજા આજીવન છે. નવલની પેરોલ ઉલ્લંઘન, છેતરપિંડી અને કોર્ટની અવમાનના સંબંધિત ઘણા કેસોમાં આરોપી હોવાનું જણાયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?