Viral Video: આટલા વર્ષો બાદ બૉલીવૂડની આ હીરોઈનને જોઈને તમે પણ દંગ રહી જશો

મુંબઈ: બૉલીવૂડમાં એક સમયની ટોચની હિરોઈન ગણાતી આયેશા ટાકિયાને આપણે સલમાન ખાનની ‘વોન્ટેડ’ કે પછી ‘ટાર્ઝન ધ વંડર કાર’ જેવી સુપર હીટ ફિલ્મોમાં જોઈ જ છે. એક સમયે પોતાના હૉટ લૂકને લઈને કરિયરના પિક પર રહેલી આયેશા ટાકિયાએ અચાનકથી બૉલીવૂડ અને ફિલ્મોમાંથી એક્ઝિટ લેતા અનેક પ્રકારની અફવા અને ચર્ચા તેના ચકહો વચ્ચે સર્જાઈ હતી. જોકે આટલા વર્ષ બાદ આયેશા ટાકિયા એરપોર્ટ પર જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.
એક સમયની ડ્રીમગર્લ ગણાતી આયેશા તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી, પણ તેનો લૂક લોકો માટે નવો ચર્ચાનો વિષય બની ગયો છે. ફિલ્મોમાંથી એક્ઝિટ લીધા પછી વર્ષો પછી આયેશા ટાકિયાની કોઈ તસવીર સામે આવી છે. આયેશા ટાકિયાના આ નવા લૂકને જોઈને અનેક લોકો તેને ભૂલી ગયા કે પછી ઓળખી ન શક્યાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
2009માં ફરહાન આઝમી નામના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ આયેશા ટાકિયાએ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. આયેશા તેના કૌટુંબિક જીવનમાં વ્યસ્ત થઈ ગઈ હોવાની વાત પણ લોકો વચ્ચે શરૂ થઈ હતી. તાજેતરમાં આયેશાના વીડિયોને જોઈને નેટિઝનોએ તેના પર જુદી-જુદી પ્રતિક્રિયા પણ આપી છે. ડાર્ક બ્લ્યુ રંગના સલવાર સૂટની સાથે કળા રંગનું માસ્ક પહેરીને આયેશા એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે તેનો દીકરો પણ હતો.
આયેશા ટાકિયાના આ વીડિયોમાં તેનો વજન વધેલો જોવા મળી રહ્યો છે અને તેના ચહેરા પર થોડો સોજો પણ દેખાઈ રહ્યો છે. આયેશાના વજનને લઈને અનેક લોકો તેને ઓળખી ન શક્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પણ માત્ર 37 વર્ષની ઉંમરમાં તેના લૂકમાં આવો બદલાવ આવતા લોકો વચ્ચે ચર્ચા જામી છે.