આપણું ગુજરાત

ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા સમિતિની રચના

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ખાનગી યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખવા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે.

સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણાં લઇને પીએચ.ડી.ની તેમજ અન્ય ઉચ્ચ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે સરકાર કટિબદ્ધ છે.

આ અંગે તપાસ કરવા ત્રણ સભ્યોની તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જેના દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની ડિગ્રી પાછી મેળવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સાબરમતી યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ માટેની જોગવાઈ સંદર્ભે પુછાયેલા પૂરક પ્રશ્ર્નના જવાબમાં પ્રધાને ઉમેર્યું હતું કે, ગુજરાત-ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ હેઠળ ખાનગી યુનિવર્સિટીની અસરકારક દેખરેખ અને નિયંત્રણ માટે શિક્ષણ વિભાગ દ્વારા બે સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં (૧) ઉચ્ચ સ્તરીય એપેક્ષ કમિટી અને (૨) દેખરેખ નિરીક્ષણ, સમીક્ષા, અને તપાસણી સમિતિની રચના કરવામાં આવી છે. જે તમામ ખાનગી યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button