આપણું ગુજરાત

અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા ચાર દિવસમાં ૯.૭૫ લાખ લોકોએ દર્શન કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ચાર દિવસ દરમ્યાન ૯.૭૫ લાખ જેટલા લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં ભાવિભક્તો ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે. પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવમાં શુક્રવારે મંત્રોત્સવ અને પુષ્પ વૃષ્ટિ, શક્તિપીઠ સંકુલોમાં શક્તિ યાગ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ જેવા કાર્યક્રમો યોજાયા હતાં.

અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પાંચ દિવસીય કાર્યકમોમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પરિક્રમા મહોત્સવ પર્વમાં આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ગરબાની ધૂન યોજાઇ રહી છે. બનાસકાંઠા જિલ્લા સહિત પાંચ જિલ્લાઓથી ૭૫૦ બસો જે ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા માટે નિ:શુલ્ક મૂકવામાં આવી છે. નિ:શુલ્ક બસો અને નિ:શુલ્ક ભોજન સહિત આરોગ્ય, નાસ્તા પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમોના લીધે પણ મોટી સંખ્યામાં ભક્તો આ મહોત્સવમાં પહોંચી રહ્યા છે. પરિક્રમા પથ ઉપર અલગ અલગ સંકુલોમાં શક્તિ યાગ પણ રોજેરોજ યોજાઈ રહ્યો છે, ત્યારે અંબાજીની જૂની કૉલેજમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા સિંગર કિર્તીદાન ગઢવીએ સુંદર પ્રસ્તુતિ આપી હતી. કિર્તીદાન ગઢવીના ગીતો અને ગરબાથી સુંદર માહોલ સર્જાયો હતો અને લોકો ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા હતા. અંબાજીમાં યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button