સ્પોર્ટસ

ડેબ્યુ મેચમાં રન આઉટ કરાવ્યા બાદ Sarfraz Khanએ Ravindra Jadeja માટે કહી આ વાત…

રાજકોટમાં ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો પહેલો જ દિવસ એકદમ રોમાંચથી ભરપૂર રહ્યો હતો. પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા કોઈ બે નામની થઈ હતી તો એ છે રવિન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાન… એક તરફ લોકો જ્યાં સોશિયલ મીડિયા પર લોકો રવિન્દ્ર જાડેજા પર ટીકાનો વરસાદ કરી રહ્યા છે તો બીજી બાજું જેને રવિન્દ્ર જાડેજાએ રન આઉટ કરાવ્યો એ સરફરાઝ ખાને હવે રવિન્દ્ર જાડેજાને લઈને નિવેદન આપ્યું છે. આવો જોઈએ શું કહ્યું સરફરાઝે બાપુ માટે…

સરફરાઝ ખાને આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ બધું તો એક ગેરસમજણને કારણે થયું હતું અને આ તો રમતનો એક ભાગ છે, ચાલ્યા કરે… મેચ પૂરી થયા બાદ જ્યારે સરફરાઝને રવિન્દ્રની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સરફરાઝે જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાએ મને કહ્યું કે મારી ગેરસમજને કારણે તું આઉટ થઇ ગયો પણ મેં કહ્યું ઠીક છે, આ બધું તો ચાલ્યા કરે…

આગળ સરફરાઝે જણાવ્યું હતું કે પીચ પર મને રવિન્દ્ર જાડેજાએ ખૂબ જ મદદ કરી હતી. મેં જાડેજાને કહ્યું હતું કે મને વાત કરી કરીને રમવાની આદત છે અને એટલે જ પ્લીઝ તમે મારી સાથે હું જ્યારે બેટિંગ કરતો હોઉં ત્યારે મારી સાથે વાત કરતા રહેજો. તેમણે મને પીચ પર ખૂબ જ સપોર્ટ કર્યો હતો. લંચ ટાઈમમાં પણ તેમણે મારી સાથે વાત કરી હતી અને મને ઘણી વાતો સમજાવી હતી. આ સિવાય હું મારી ડેબ્યુ મેચ દરમિયાન ખૂબ જ નર્વસ હતો અને જ્યારે હું મારો પહેલો સ્વિપ શોટ રમ્યો પણ એ શોટ હું ચૂકી ગયો હતો. એ સમયે તેમણે મને સમજાવ્યું કે મારે થોડો સમય રાહ જોવી જોઈએ…

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં દિવસની ગેમમાં સરફરાઝ ખાન રવિન્દ્ર જાડેજાના મિસજજમેન્ટને કારણે રન આઉટ થઈ ગયો હતો અને એ સમયે કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ગુસ્સામાં દેખાયો હતો અને તેણે ગુસ્સામાં પોતાની કેપ પણ ફેંકી દીધી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button