વીક એન્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો

A                     B 


ચચૂકો સફળ
ચડભડ તાલાવેલી
ચમન આંબલીનો ઠળિયો
ચરિતાર્થ બાગ

ચસકો જીભાજોડી

ઓળખાણ પડી?
ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વધુ લોકપ્રિય એવી આ મીઠાઈની ઓળખાણ પડી? મુખ્યત્વે તલ અને ગોળમાંથી તૈયાર થતી આ મીઠાઈમાં ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે.

અ) પીન્ની બ) ગજક ક) પંજરી ડ) ગુજિયા

ગુજરાત મોરી મોરી રે
ઝગડિયાજી તેમ જ કાવી અને ગંધાર એ જાણીતા જૈન તીર્થ ગુજરાતના કયા જિલામાં છે એ જણાવો. આ જ જિલ્લામાં રાસાયણિક ઉદ્યોગ પણ મહત્ત્વ ધરાવે છે.

અ) બોટાદ બ) આણંદ ક) ભરૂચ ડ) બનાસકાંઠા

જાણવા જેવું

કૂકરી એટલે ગુરખા સૈનિકોનું ખાસ પ્રકારનું શસ્ત્ર. તેનું પાનું વળાંકવાળું અને એક તરફ તીક્ષ્ણ ધારવાળું હોય છે. નાના કદની કૂકરી નેપાળમાં છરી તરીકે પણ વપરાય છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતીય લશ્કરમાં દાખલ થતા ગુરખા સૈનિકોને ખાસ શસ્ત્ર તરીકે કૂકરી ધારણ કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો હતો અને તે પરંપરા આઝાદી પછી પણ ચાલુ રાખવામાં આવી છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
તમે ખાવાના શોખીન હો તો નવી દિલ્હીના કયા વિસ્તારમાં વિવિધ પ્રકારના પરાઠા માટે પ્રખ્યાત ‘પરાઠેવાલી ગલી’ આવેલી છે એ કહી શકશો?

અ) કોનોટ પ્લેસ બ) લાજપત નગર ક) ચાંદની ચોક ડ) હડસન લેન

નોંધી રાખો

સારા વિદ્યાર્થી બનવા માટે અભ્યાસ અને વાંચન જરૂરી છે એ જ રીતે સવાલ પૂછતા રહેવાની વૃત્તિ કેળવાય એ પણ એટલી જ મહત્ત્વની બાબત છે.

માઈન્ડ ગેમ
વિજ્ઞાન સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. ૠયજ્ઞહજ્ઞલુ નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) રસાયણ બ) પ્રાણી

ક) પૃથ્વી ડ) અંતરિક્ષ

ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ

A                     B 


ગરિયો ભમરડો
ગરૂર મિથ્યાભિમાની
ગર્દભ ગધેડો
ગલીચ અતિશય ગંદું

ગવન સાડલો

ગુજરાત મોરી મોરી રે

જીવરાજ મહેતા

ઓળખાણ પડી

અમરફળ

માઈન્ડ ગેમ

વસ્તુઓનું વર્ગીકરણ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

બાબુભાઈ પટેલ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) તાહેર ઔરંગાબાદવાલા (૪) શીરીન ઔરંગાબાદવાલા (૫) અબદુલ્લા એફ. મુનીમ (૬) સુભાષ મોમાયા (૭) નઈશીધ દેસાઈ (૮) નીતા દેસાઈ (૯) શ્રદ્ધા આશર (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) પુષ્પા પટેલ (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીશી બંગાળી (૧૪) દેવેન્દ્ર સંપટ (૧૫) ડો. પ્રકાશ કટકિયા (૧૬) ભારતી પ્રકાશ કટકિયા (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) ધીરેન્દ્ર ઉદ્દેશી (૧૯) મીનળ કાપડિયા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) મહેશ દોશી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૫) ભાવના કર્વે (૨૬) અરવિંદ કામદાર (૨૭) વિણા સંપટ (૨૮) ભારતી બુચ (૨૯) રજનીકાંત પટવા (૩૦) સુનીતા પટવા (૩૧) અંજુ ટોલિયા (૩૨) પુષ્પા ખોના (૩૩) હર્ષા મહેતા (૩૪) પ્રતિમા પમાણી (૩૫) નિતીન બજરિયા (૩૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૭) હીરા જશવંતરાય શેઠ (૩૮) રશીક જુથાણી – ટોરંટોે – કેનેડા (૩૯) દિલીપ પરીખ (૪૦) અતુલ જે. શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) જગદીશ ઠક્કર (૪૬) યેશા કડકિયા (૪૭) ઉર્મિલા કડકિયા (૪૮) ઝંખના કડકિયા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…