સ્પોર્ટસ

સાનિયા મિર્ઝાનો ફોટો જોઈને કોણે કહ્યું માશાલ્લાહ…

ઈન્ડિયન ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા છેલ્લાં કેટલાક સમયથી એકદમ લાઈમલાઈટમાં આવી ગઈ છે અને એનું કારણ છે તેની પર્સનલ લાઈફ. જ્યારથી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છુટાછેડા લઈ લીધા છે ત્યારથી જ તે ટોક ઓફ ધ કન્ટ્રી બની ગઈ છે. એટલું જ નહીં છુટાછેડા બાદથી જ સાનિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે.

શુક્રવારે સાનિયા મિર્ઝાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે અને આ ફોટોમાં સાનિયા ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે. સાનિયા મિર્ઝાએ આ ફોટોની નીચે કેપ્શનમાં લખ્યું છે કે જ્યાં સુધી તમે આવું નહીં કરો ત્યાં સુધી તમારું જીવન નહીં ચમકી શકે.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના આ ફોટો પર ઢગલો કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આ ઢગલો કમેન્ટમાંથી એક કમેન્ટ તરફ લોકોનું ધ્યાન ગયું છે અને એના વિશે જ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આવો જોઈએ કોની છે આ કમેન્ટ અને એવું તે શું ખાસ છે આ કમેન્ટમાં…

આ કમેન્ટ છે સાનિયાની મા નસીમા મિર્ઝાની. નસીમા મિર્ઝાએ કમેન્ટમાં લખ્યું હતું કે હંમેશાથી જેમ જ ખૂબસુરત લાગી રહી છો. માશાલ્લાહ… તમારી જાણ માટે કે હાલમાં સાનિયા અનેક પ્રોડક્ટ્સની શૂટિંગમાં વ્યસ્ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શોએબ મલ્લિક અને સાનિયા મિર્ઝાના 12 વર્ષ જૂનો સંબંધ થોડાક દિવસ પહેલાં જ પૂરો થઈ ગયો અને બંનેએ છુટાછેડા લઈ લીધા હતા. શોએબે તરત જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ત્રીજા લગ્ન કરી લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button