નેશનલ

Sandeshkhali: ભાજપ બાદ કોંગ્રેસને પણ સંદેશખાલીમાં NO Entry!

અધીર રંજને કહ્યું, 'CM મમતા ક્રૂરતાની રાણી…'

કોલકાતા: બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા પશ્ચિમ બંગાળના આ સંદેશખાલીમાં (sandeshkhali incident), લઘુમતી અને આદિવાસી સમુદાયના મોટાભાગના લોકોની વસ્તી આવેલી છે. ગયા મહિને, જ્યારે EDની ટીમે તૃણમૂલ કોંગ્રેસના TMC નેતા શાહજહાં શેકેના ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારે તેણે ED ટીમ પર જ હુમલો કર્યો હતો, જેના પછી આ વિસ્તાર સમાચારોમાં ચમક્યો હતો. અહીંની મહિલાઓ છેલ્લા કેટલાક દિવસોથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શાહજહાં શેખ (Shahjahan Shaikh) અને તેના સમર્થકોના અત્યાચાર સામે મોરચો માંડ્યો છે (NO entry for BJP and Congress in sandeshkhali).

સંદેશખાલીને લઈને ભાજપ TMC સરકાર અને મમતા બેનર્જીને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. સંદેશખાલીની મુલાકાત કરવા જતાં ભાજપાના નેતાઓને પણ પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે. તેવામાં ખબર આવી રહી છે કે ભાજપ બાદ કોંગ્રેસના સાંસદ અને બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીને પણ સંદેશખાલી જતા અટકાવવામાં આવ્યા છે. સંદેશખાલી માટે આગળ વધવા માટે કોંગ્રેસ સાંસદે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મમતા ક્રૂરતાની રાણી છે, તે આગ સાથે રમી રહી છે.

પોલીસ અને અધીર રંજન ચૌધરી વચ્ચે બોલાચાલી થઈ હતી. સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રામપુરમાં રોક્યા અને બેરિકેડ કરી દીધા.આપને જણાવી દઈએ કે શુક્રવારે સવારે BJP પ્રતિનિધિમંડળને પણ સંદેશખાલીમાં અટકાવવામાં આવ્યું હતું.

પ્રતિનિધિમંડળને અટકાવ્યા બાદ ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. પોલીસે અટકાવ્યા બાદ ભાજપના પ્રતિનિધિ મંડળના સભ્યો રસ્તા પર જ હડતાળ પર બેસી ગયા હતા. આ પછી પ્રતિનિધિમંડળના સભ્યો રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. પ્રતિનિધિમંડળના સભ્ય અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે, ‘અમે પીડિતોને મળવા અને તેમને ન્યાય અપાવવા આવ્યા છીએ, પરંતુ જે રીતે પોલીસ અમને રોકી રહી છે, જો શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી જ તત્પરતા દાખવવામાં આવી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.’

ઉલ્લેખનીય છે કે અહીંની મહિલાઓ છેલ્લા કેટલાક દિવસોથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા શાહજહાં શેખ (Shahjahan Shaikh) અને તેના સમર્થકોના અત્યાચાર સામે મોરચો માંડ્યો છે. સંદેશખાલીની પીડિત મહિલાઓએ પોતાની આપવીતી વર્ણવી છે. આ પીડિત મહિલાઓએ TMC નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકો પર જાતીય અત્યાચર કરવાના અને જમીનો કબ્જે કરી લેવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button