લગ્ન લખવાની સેરેમનીમાં છવાયો Radhika Merchantનો આ લૂક, જોઈ લો તમે પણ…
Mukesh Ambani and Nita Ambani’s son Anant Ambani ટૂંક સમયમાં જ ફિયોન્સી Radhika Merchant સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અંબાણીને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય તો તે સિમ્પલ કે સાદો તો ના જ હોઈ શકે હેં ને?? કંઈક યુનિક કે હટકે ના હોય તો અંબાણી’ઝ કઈ રીતે કહેવાય ભાઈસાબ? પણ આપણે અહીં આ રાધિકા મર્ચન્ટના લૂક વિશે વાત કરવાના છીએ.
થોડાક દિવસ પહેલાં દિવસ જ આ લગ્નનું એક ઈન્વાઈટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું હતું અને હવે આ લગ્નને લઈને જ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે ફોર એ ચેન્જ આ લગ્ન મુંબઈ ખાતે આવેલા એન્ટાલિયામાં નહીં પણ ગુજરાતના જામનગર ખાતે આવેલા ખાતે આવેલા ઘરેથી અનંતના લગ્ન લેવામાં આવશે. અનંત અને રાધિકાની સગાઈ તો 2023માં જ થઈ ગઈ હતી અને હાલમાં જ રાધિકા મર્ચન્ટના કેટલાક ફોટો સામે આવ્યા છે.
એવું કહેવાઈ રહ્યું છે કે આ ફોટો લગન લખવાના સેરેમનીના છે અને આ રસમ સાથે લગ્નની બીજા રીત-રિવાજોની પણ શરૂઆત થઈ જાય છે આ ફંકશનમાં રાધિકા હંમેશની જેમ જ સુંદર લાગી રહી છે. રાધિકા મર્ચન્ટે આ ઈવેન્ટમાં ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો સુંદર પાઉડર બ્લુ કલરનો લહેંગો પહેર્યો હતો આ લહેંગા પર ફ્લોરલ વર્ક કરવામાં આવ્યું હતું અને જેને કારણે તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા.
લહેંગાની સાથે સાથે જ રાધિકાએ મેચિંગ દુપટ્ટો પણ કેરી કર્યો હતો અને તેણે આ દુપટ્ટો સાડીની જેમ કેરી કર્યો હતો. સંગીતા હેગડેની હેરસ્ટાઈલ અને માંગ ટિકા અને સેરના નેકલેસ સાથે રાધિકાએ પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો હતો