ટોપ ન્યૂઝનેશનલ

‘જે ક્યારેય રામ મંદિર બનાવવા ઈચ્છતા નહોતા એ લોકો હવે બોલે છે જય સીયારામ’ PM મોદીએ કોના પર કર્યો હુમલો?

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ હરિયાણાના રેવાડીમાં આજે વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતા. આ અવસરે PM મોદીએ વિશાળ જનસભાને સંબોધિ હતી. તે સમયે તેને રેવાડીની પોતાની જૂની યાદ તાજી કરતાં કહ્યું કે જ્યારે 2013માં ભાજપે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે તેમણે (PM મોદીને) ઘોષિત કર્યા હતા ત્યારે તેમનો પ્રથમ કાર્યક્રમ રેવાડીમાં થયો હતો.

રેવાડીએ તેમને 272 પારના આશીર્વાદ આપ્યા હતા અને તે આશીર્વાદ સિદ્ધિ બની ગયા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘હું ફરી વાર રેવાડી આવ્યો છું, તો તમારા આશીર્વાદ છે – અબકી બાર NDA સરકાર 400 પાર’

ત્યાર બાદ વડા પ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસનાં લોકો રામ ભગવાનને કાલ્પનિક કહેતા હતા, જે લોકો ક્યારેય ઇચ્છતા ન હતા કે રામ મંદિર બને તે લોકો પણ જય સિયા રામ કરવા લાગ્યા છે. કોંગ્રેસનાં નેતા એક એક કરીને પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આજે એવી સ્થિતિ છે કે કોંગ્રેસ પાસે પોતાના કાર્યકર્તાઓ પણ નથી વધ્યા. જ્યાં કોંગ્રેસ સરકારમાં છે ત્યાં, સરકાર પણ નથી સાંભળી શકતા. એક પરિવારના મોહમાં ફસાયેલી કોંગ્રેસ આજે પોતાના ઇતિહાસના સૌથી વધુ દયનીય કાળમાંથી પસાર થઈ રહી છે. તેમના નેતાથી એક સ્તરતપ નથી સંભાળી શકાતું અને આ લોકો દેશ સંભાળવાના સપના જોઈ રહ્યા છે.

તેમને પોતાના UAE પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે આજે UAE અને કતારમાં ભારતને જે રીતે સન્માન મળે છે, ભારતને દરેક ખૂણેથી શુભકામનાઓ મળે છે. આ સન્માન માત્ર મોદીનું નથી, તે સન્માન ભારતીયોનું છે, તમારા બધાનું છે.

પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષમાં ભારત 11માં સ્થાનેથી વધીને 5મી આર્થિક મહાસત્તા બની ગયું, આ પણ તમારા આશીર્વાદથી થયું. હવે મારા ત્રીજા કાર્યકાળમાં, આગામી વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવા માટે મને તમારા આશીર્વાદની જરૂર છે.

વડા પ્રધાને કહ્યું હતું કે વિકસિત ભારત બનાવવા માટે હરિયાણા માટે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. હરિયાણાનો વિકાસ ત્યારે જ થશે જ્યારે અહીં આધુનિક રસ્તાઓ બનાવવામાં આવશે. આધુનિક રેલવે નેટવર્ક હશે ત્યારે જ હરિયાણાનો વિકાસ થશે. જ્યારે મોટી અને સારી હોસ્પિટલ હશે ત્યારે જ હરિયાણાનો વિકાસ થશે.

થોડા સમય પહેલા મને 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ હરિયાણાને સોંપવાની તક મળી.ભગવાન રામના આશીર્વાદ એવા છે કે આજકાલ મને દરેક જગ્યાએ આવા પવિત્ર કાર્ય સાથે જોડાયેલા રહેવાની તક મળે છે. આ રામજીની કૃપા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button