સ્પોર્ટસ

IND vs ENG 3rd Test: ઇંગ્લેન્ડની ઇનિંગ 5/0ના સ્કોરથી શરૂ કરશે, ઓન-ફિલ્ડ અમ્પાયરે આ કારણે ટીમ ઈન્ડિયાને પેનલ્ટી ફટકારી

રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની ત્રીજી મેચ(IND vs ENG 3rd Test) હાલ રાજકોટમાં રમાઈ રહી છે, ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધી હતો, ભારતે 400થી વધુ રન બનાવી લીધા છે. હવે ભારતની ઇનિંગ પત્ય બાદ જયારે ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા આવશે ત્યારે તેનો સ્કોર ૦ને બદલે 5 રનથી શરુ થશે. જેના માટે જાડેજા અને અશ્વિનની ભૂલ જવાબદાર છે.

એક ઇનિંગમાં બે વખત બેટ્સમેન પીચના મધ્ય ભાગમાં દોડતા અમ્પાયરે આ પેનલ્ટી ફટકારી છે. અમ્પાયરે ભારતીય ટીમને પાંચ રનનો દંડ ફટકાર્યો હતો. હવે ઇંગ્લેન્ડ તેની પ્રથમ ઇનિંગ 5/0ના સ્કોર સાથે શરૂ કરશે અને એક પણ બોલ રમ્યા વિના. રવિચંદ્રન અશ્વિન પીચની વચ્ચે દોડતા ઓન-ફીલ્ડ અમ્પાયર જોએલ વિલ્સને આ દંડ ફટકાર્યો હતો. તેમણે અશ્વિનને ઠપકો પણ આપ્યો હતો.


બીજા દિવસની રમત દરમિયાન 102મી ઓવરના ત્રીજા બોલ પછી વિલ્સન અશ્વિન સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અમ્પાયરે તેને પીચની વચ્ચે ન દોડવા ચેતવણી આપી હતી. પ્રથમ દિવસે અમ્પાયરે જાડેજાને આવી જ ભૂલને કારણે ચેતવણી આપી હતી, ત્યાર બાદ અશ્વિને એવી જ ભૂલ કરતા અમ્પાયરે કડક વલણ દાખવ્યું હતું. MCC ના અનફેર પ્લે હેઠળના નિયમ 41.14.1 અનુસાર, પીચને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવું અયોગ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button