શેરબજારમાં સતત ચોથા દિવસે સુધારો: નિફ્ટી ફરી 22,000ની ઉપર
નિલેશ વાઘેલા
મુંબઇ: જાપાન અને યુકેમાં મંદીની સતાવાર જાહેરાતના અહેવાલો વહેતા થયા હોવા છતાં યુએસના નવા ડેટામાં અમેરિકામાં રીસેશનની શક્યતા ટળી હોવાના સંકેત મળતા એશિયાના બજારોમાં સુધારો જોવા મળ્યો હતો અને તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ સતત ચોથા દિવસે આગેકૂચ જોવા મળી છે.
બજારના સાધનો અનુસાર, રિટેલ ઇન્વેસ્ટર્સ અને સ્થાનિક ફંડોની લેવાલીનો પણ ટેકો મળી રહ્યો છે.
અમેરિકાના તાજા ડેટામાં વિશ્વના સૌથી મોટા અર્થતંત્રને કળ વળી રહી હોવાના સંકેત મળ્યા પછી એશિયન શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો.
ઉપરાછાપરી વેચાણ અને ખરીદીના કારણે બજાર તાજેતરના દિવસોમાં સતત અફડાતફડીમાંથી પસાર થઈ રહ્યું છે.
વિદેશી સંસ્થાકીય ફંડોએ છેલ્લા 2 દિવસ દરમિયાન, કેશ સેગમેંન્ટમાં રૂ. 6993 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 5173 કરોડની ઇક્વિટી ખરીદી હતી.
“10-વર્ષના યુએસ બોન્ડની યીલ્ડ 4.24% ની ઊંચી હોવાથી FIIના વેચાણનો ટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. DIIની ખરીદીનો ટ્રેન્ડ પણ ચાલુ રહેવાની શક્યતા છે કારણ કે DIIમાં પ્રવાહ મજબૂત બની રહ્યો છે. મધર માર્કેટ સાથે સાનુકૂળ બનવા માટે યુએસ S&P 500 વિક્રમી ઊંચાઈએ સ્થિતિસ્થાપક રહે છે. વ્યાપક બજારમાં ઓવરવેલ્યુએશનના ચિંતાજનક છે. બેન્કિંગ શેરો વાજબી મૂલ્ય ધરાવે છે. RIL મજબૂત છે.