નેશનલ

ભારતીય મૂળના મોટેલ માલિકને શેફિલ્ડમાં ઠાર મરાયા

વૉશિંગ્ટન : અમેરિકાના અલબામા રાજ્યમાં રૂમ અંગેની બોલાચાલીને પગલે એક ગ્રાહકે ભારતીય મૂળના ૭૬ વર્ષના માલિકને ગોળી મારીને ઠાર માર્યા હતા. આ હત્યાને લીધે આવી શોકાતિંકાથી ત્રસ્ત ભારતીય સમાજમાં હાહાકાર મચી ગયો હતો. શેફિલ્ડમાં હિલક્રેસ્ટ મોટેલના માલિક પ્રવિણ રાવજીભાઈ પટેલને ગયા અઠવાડિયે ગોળી મારીને હત્યા કરી હતી.

શેફિલ્ડ પોલીસના વડા રિકી ટેરીના જણાવ્યા પ્રમાણે પટેલની હત્યા માટે ૩૪ વર્ષના વિલિયમ જરી મૂરની ધરપકડ કરાઈ હતી એવો અહેવાલ ટેલિવિઝન સ્ટેશન વાફ ટીવીએ આપ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે મૂર રૂમ ભાડે લેવા આવ્યો હતો અને ત્યારે તેની માલિક સાથે બોલચાલી થઈ હતી. શેફિલ્ડ પોલીસે એક પડતા મુકાયેલા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતો હતો ત્યારે મૂરની ધરપકડ કરાઈ હતી. મૂરની ઝડતીમાં હત્યામાં ઉપયોગ કરાયેલું હથિયાર મળી આવ્યું હતું. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પટેલે મૂરને જવાનું કહ્યું હતું, પરંતુ મૂરે જતા પહેલાં પાછા ફરીને પટેલની છાતીમાં બે ગોળી ધરબી દીધી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button