નેશનલ

ચૂંટણીલક્ષી ભંડોળમાં પારદર્શકતાની યંત્રણા હજી જોજન દૂર: માજી કમિશનર

‘રાજકીય પક્ષો ફરી મોટા પાયે રોકડેથી વ્યવહાર કરશે’

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ચૂંટણીલક્ષી (ઇલેક્ટરલ) બૉન્ડ્સ સ્કીમ રદ કરતા આપેલા ચુકાદાને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ લોકશાહી માટે મહત્ત્વનો ગણાવ્યો હતો, જ્યારે બીજા ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીએ જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી ભંડોળ માટેની યંત્રણાને પારદર્શક બનાવવાનું હજી જોજન દૂર છે.

એન. ગોપાલસ્વામીએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને ભંડોળ આપવાની એક યંત્રણા બંધ થશે અને બીજી શરૂ થશે. અગાઉ રાજકીય પક્ષો દ્વારા મોટા ભાગનો વ્યવહાર રોકડેથી થતો હતો, તે હવે ફરી શરૂ થશે. આખી યંત્રણાને ‘સ્વચ્છ’ કરતા હજી બહુ સમય લાગશે.

કુરેશીએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી જનતાનો લોકશાહીમાં વિશ્ર્વાસ વધશે. અમે ઘણાં વર્ષો પહેલા આ પ્રકરણમાં ચિંતા વ્યક્ત કરી હતી.

દેશના અન્ય ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ આખી સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

કુરેશીએ જણાવ્યું હતું કે બૅન્કના માધ્યમથી રાજકીય પક્ષોને દાન અપાય, તે સારું જ છે, પરંતુ રાજકીય પક્ષોને આ દાન ગુપ્ત ન હોવું જોઇએ. દાતા આવા કિસ્સામાં ઘણી વખત પોતાનું નામ ગુપ્ત રાખવા માગે છે, પરંતુ જનતાને પારદર્શકતા જોઇએ છે. રાજકીય પક્ષોને દાન આપનારી વ્યક્તિ એટલે કે દાતા દાનના બદલામાં કોઇ લાભ તો ઇચ્છતી હોય છે.

તેમણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને દાન આપનારી મોટા ભાગની વ્યક્તિ બદલામાં પરવાના (લાઇસન્સ), કૉન્ટ્રેક્ટ કે બૅન્ક પાસેથી મોટું કરજ મેળવવા ઇચ્છતી હોય છે અને તેમાંની કેટલીક વ્યક્તિ બૅન્કની મોટી લોન લઇને વિદેશ ભાગી જાય છે. શું આવું કરવા માટે તેઓ પોતાનું નામ દાતા તરીકે જાહેર કરવા નથી માગતા. વકીલ વરુણ ઠાકુરે આ ચુકાદાને સરકાર માટે ઝટકા સમાન ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે સરકારે ૨૦૧૮થી ૨૦૨૪ સુધીમાં ચૂંટણીલક્ષી બૉન્ડ્સ દ્વારા મેળવેલા નાણાંની વિગત જાહેર કરવી પડશે.
કૉંગ્રેસ, દ્રમુક, અન્ના દ્રમુક, માર્ક્સવાદી પક્ષ સહિતના કેટલાક રાજકીય પક્ષોએ સર્વોચ્ચ અદાલતના સંબંધિત ચુકાદાને આવકાર્યો હતો. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…