નેશનલ

‘ઈન્ડિયા’ ગઠબંધનને વધુ એક ફટકો નેશનલ કોન્ફરન્સે છેડો ફાડયો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ચીફ ફારૂક અબ્દુલ્લાએ એનડીએ ગઠબંધનમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે.

ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરમાં સ્પષ્ટતા કરી હતી કે એમનું માનવું છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે જ યોજાશે. સીટ શેરિંગ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમનો પક્ષ નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે. દેશ બનાવવા માટે જે કરવું પડે તે તેઓ કરશે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સાથે મુલાકાત અંગેના સવાલ પર તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ બોલાવે તો કોણ વાત કરવા નહીં માગે!
તેમણે જણાવ્યું હતું કે આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી તેઓ કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે લડશે. એનડીએમાં જોડાવા અંગેની શક્યતા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમે ભવિષ્યમાં એનડીએમાં જોડાવાની શક્યતા નકારી શકીએ નહીં. જોકે, તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે ઇન્ડિયા અલાયન્સમાં સીટ શેરિંગની વાતચીત નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા પ.બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પહેલા ટીએમસીએ કૉંગ્રેસને બે સીટની ઓફર કરી હતી, પણ બંને પક્ષના નેતાઓના આપસી ઝઘડા બાદ ટીએમસીએ રાજ્યની ૪૨ બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પંજાબની ૧૩ લોકસભા સીટ પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અઅઙ દ્વારા પહેલા કૉંગ્રેસને છ સીટની ઓફર કરવામાં આવી હતી, પણ બાદમાં બંને પક્ષ વચ્ચેની વાતચીત પડી ભાંગી હતી. એવી જ રીતે દિલ્હીમાં અઅઙએ કૉંગ્રેસને એક સીટ ઓફર કરી છે અને ત્વરિત નિર્ણય લેવા જણાવ્યું છે અન્યથા દિલ્હીમાં અઅઙ સાતે સીટ પર ઉમેદવારની જાહેરાત કરી દેશે.

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં પણ ઇન્ડિયા ગઠબંધનને ગ્રહણ લાગેલું જ છે. જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળે ઇન્ડિયા અલાયન્સને ટાટા કરી દીધું છે અને ઔપચારિક રીતે એનડીએમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી છે. સમાજવાદી પાર્ટીએ કૉંગ્રેસને ૧૧ સીટ ઑફર કરી છે, પણ આ અંગે કૉંગ્રેસે હજી કોઇ નિર્ણય નથી લીધો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત