આમચી મુંબઈ

આજે અને કાલે બાન્દ્રા, ખાર, સાંતાક્રુઝમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં પાલી હિલ જળાશયની મેઈન પાઈપલાઈન પર ૬૦૦ મિલીમીટર વ્યાસનો વાલ્વ બેસાડવાનું કામ હાથમાં લેવામાં આવ્યું છે. તેથી શુક્રવાર ૧૬ ફેબ્રુઆરી અને શનિવાર ૧૭ ફેબ્રુઆરી એમ બે દિવસ એચ-પશ્ર્ચિમ વોર્ડમાં જુદા જુદા વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો મળશે. પાલિકાના પાણીપુરવઠા ખાતાના દ્વારા બે દિવસ પાલી હિલ જળાશયની મેઈન લાઈનની પાઈપલાઈન પર ૬૦૦ મિલીમીટર વ્યાસનો વાલ્વ બેસાડવામાં આવવાનો છે. આ દરમિયાન એચ-પશ્ર્ચિમ વોર્ડની હદમાં આવતા બાંન્દ્રા, સાંતાક્રુઝ અને ખાર સહિતના વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button